પાકિસ્તાનની સેનાના પ્રમુખ તરીકે આસિમ મુનીરની નિમણુંકથી સેનામાં જ વિરોધનો વંટોળ
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ તરીકે લેફ્ટિનેટ જનરલ આસિમ મુનીરની પસંદગી સાથે જ પાકિસ્તાન આર્મીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આર્મીના ઉચ્ચ અધિકારીએ નિવૃત્તિ પહેલા રાજીનામું અપી દીધું છે. આ અધિકારી મુનીરની નિમણુંકથી નારાજ હતા.
જનરલ અસીમ મુનીરને આગામી સીઓએએસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આગામી સીજેસીએસસી તરીકે નિમણુંક કરી છે. લેફ્ટિનેટ જનરલ અઝહર હાલના સમયમાં સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર છે. તેઓ કમર જાવેદ બાજવાનું સ્થાન લેશે તેવી અપેક્ષા હતી. કારણ કે બાજવા પછી અબ્બાસ સિનિયોરિટીમાં બીજા ક્રમે હતા. એક રિપોર્ટ અનુસાર, “લેફ્ટનન્ટ જનરલ અઝહર અબ્બાસે વહેલા નિવૃત્તિની માંગ કરીને વિદાય લેવાનું નક્કી કર્યું છે.” જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
પાકિસ્તાન મિલિટરી એકેડમી (PMA) ના સ્નાતક, લેફ્ટનન્ટ જનરલ અબ્બાસને 1987માં 41 બલોચ રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવ્યું હતું. હાલમાં, તેઓ ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ (CGS) છે, જે અસરકારક રીતે GHQ ખાતે ડિરેક્ટોરેટ ઓફ ઓપરેશન્સ અને ઇન્ટેલિજન્સ બંનેની સીધી દેખરેખ સાથે સૈન્યનું સંચાલન કરે છે.