ગુજરાત ચૂંટણી 2022: ભાભરની કટાવ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે દરમિયાન ચૂંટણીપંચ દ્વારા મતદાન વધે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ચૂંટણીપંચની આ કામગીરી સાથે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાની કટાવ પ્રાથમિક શાળામાં સ્કૂલ સંચાલકો-શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
ભાભર તાલુકાના કટાવ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ VOTE FOR INDIA અને ગુજરાતના નકશાની માનવ સાંકળ બનાવીને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. એટલું જ નહીં બાળકોએ પોતાના કુટુંબીજનો 100 ટકા મતદાન કરશે એવા શપથ લીધા હતા. આમ અનોખી રીતે મતદાન જાગૃતિ કાર્યક્રમ શાળાના આચાર્ય પરસોતમભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ પણ જોડાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની 182 બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન યોજાશે, ચૂંટણીની કામગીરીની લઈને પંચ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છો, બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કામગીરી કરી રહી છે.