પરફ્યૂમ લગાવું પસંદ છે, તો જાણીલો તમે આ સરસ મજાની ફેગરેન્સનું પરફ્યૂમ ઘરે બનાવાની સરળ રીત વિશે
- હવે સરસ સુગંઘીદાર પર્ફ્યૂમ ઘરે જ બનાવો
- જાણીલો ઘરે પ્રફ્યૂમ કઈ રીતે બને છે
સુંગધ એટલે જીવનની સકારાત્મકતા કહેવાય છે ને કે સારી સુંગઘથીસ ઘરનું વાતાવરણ પણ સારુ રહે છે અને આ હેતુથી આપણે પરફ્યૂમ પણ લગાવીએ છીે,જેથી પસીનાની દુર્ગંધથી બચી શકાય અને સારી સ્મેલ કરી શકાય ,જો કે આ પ્રકારના કેટલાક પરફ્યૂમ તમે ઘરે પણ બનાવી શકો છો જેની સ્મેલ રેડીમેટ પરફ્યૂમ કરતા વધુ ટકી રહે છે,આ પરફ્યૂમ અનોખું અને ઓર્ગેનિક પરફ્યુમ હશે હા, જે તમારી ત્વચાને નુકસાન નહીં કરે અને મોંધા મોંધા ખર્ચથી પણ બચાવશેયસૌથી અગત્યનું, તમે તમારી મનપસંદ સુગંધ ઉમેરીને પરફ્યુમ બનાવી શકો છો. તો ચાલો જાણીએ પરફ્યૂમ બનાવાની રીત વિશે.
રોઝમેરી પરફ્યૂમ
- સૌથી પહેલા એક કાચની નાની બોચલમાં બે ચમચી બદામનું તેલ લો
- ત્યાર બાદ હવે તે બોટલમાં રોઝમેરી તેલના 10 થી 12 ટીપાં ઉમેરો.
- આ પછી જાસ્મીન, લવંડર અને ગુલાબના અર્કના થોડા ટીપાં ઉમેરો,
- હવે તેને સારી રીતે મિક્સ કરો અને બોટલને એક દિવસ માટે ટાઈટ બંધ કરીને રાખીદો
- એક દિવસ બાદ એક ચમચી ફિલ્ટર કરેલું પાણી મિક્સ કરો અને આ બોટલને છાયડા વાળી સુકી જગ્યાે રાખી દો એક અઠવાડિયા પછી તેને ગાળીને સ્પ્રે બોટલમાં ભરીને તેનો યૂઝ કરી શકો છો.
જાસ્મીન પરફ્યૂમ
- આ માટે કાચની બોટલમાં 1 ચમચી જાસ્મીન એસેંશ્યિલનું તેલ લઈલો
- હવે તેમાં 1 ચમચી લવંડર તેલ, 5-6 ટીપાં વેનીલા તેલ, 2 ચમચી વોડકા મિક્સ કરી અને સારી રીતે મિક્સ કરો.
- 10 મિનિટ બાદ હવે આ બોટલમાં જ 5-5 ટીપાં જાસ્મીન, લવંડર, વેનીલા એસેન્સ મિક્સ કરો અને તેમાં 1 ટેબલસ્પૂન ડિસ્ટિલ્ડ વોટર ઉમેરો અને બોટલને સારી રીતે હલાવો. હવે તેને એક મહિના સુધી સૂકી, સ્વચ્છ અને અંધારાવાળી જગ્યાએ રાખો.