ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ એકબીજા સાથે જોડાયેલા રહેવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે, આ એપ દ્વારા તમે માત્ર ચેટ જ નહીં કરી શકો પરંતુ ફોટો-વિડિયો, લોકેશન, ડોક્યુમેન્ટ વગેરે મોકલવા જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો.શું તમને ક્યારેય એવો અહેસાસ થયો છે કે તમારે ક્યાંક ફોટો સેવ કરવાનો છે અને તમને લાગ્યું છે કે કાશ વોટ્સએપ પર પણ એવું કોઈ ફિચર હોય કે તમે તમારી જાતને મેસેજ કરીને ફોટો સેવ કરી શકો.જો તમારો જવાબ હા છે, હવે તમે આ કરી શકો છો, કારણ કે વોટ્સએપે યુઝર્સની આ સમસ્યા દૂર કરી દીધી છે.
વોટ્સએપે યુઝર્સ માટે વોટ્સએપ મેસેજ યોરસેલ્ફ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આ સુવિધા આવવાની સાથે હવે તમે તમારી જાત સાથે ચેટ કરી શકશો, હા તમે તે બરાબર વાંચ્યું છે. હવે તમે ખુદને રિમાઇન્ડર,નોટ્સ મોકલવી,ફોટા, વિડીયો વગેરે મોકલી શકો છો અને પછી માટે સાચવી શકો છો.
આ ફીચર એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ માટે ઉપલબ્ધ હશે, આ ફીચર ધીમે ધીમે યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે.એવામાં તમને અપડેટ મેળવવામાં થોડો સમય લાગી શકે છે.તો ચાલો અમે તમને ચાર સરળ સ્ટેપમાં સમજાવીએ કે તમે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો.
- સૌથી પહેલા તમારે તમારા ફોનમાં WhatsApp એપ ખોલવી પડશે.
- વોટ્સએપ ઓપન કર્યા બાદ તમારે ક્રિએટ ન્યૂ ચેટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ક્રિએટ ન્યૂ ચેટનો વિકલ્પ પસંદ કર્યા પછી, તમે તમારી સંપર્ક સૂચિ જોશો.
- તમારે ફક્ત તમારા મોબાઇલ નંબર પર ક્લિક કરવાનું છે અને ફક્ત તમારી જાતને ચેટ કરવાનું શરૂ કરવું પડશે.
જો તમે પણ વારંવાર વિચારતા હોવ કે તમારી જાતને સંદેશા મોકલીને મહત્વપૂર્ણ વસ્તુઓને સાચવવાનો વિકલ્પ હોય તો સારું રહેશે, તો તમને આ સુવિધા ખરેખર ગમશે.