કોમેડી જગતમાં એક અલગ ઈમેજ આપનાર ફેમસ કોમેડીયન લેડી ભારતી સિંહનો બર્થ ડે- હેપ્પી બર્થ ડે ભારતી
મશહુર કોમેડીયન ભારતી સિંહનો જન્મ 1986મા થયો હતો અને તેણે પોતાના કરીયરની શરૂઆત 2008માં શરૂ થયેલા ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જની ચોથી સિઝનથી કરી હતી. સમય ભારતી માટે ખુબજ પડકાર રૂપ હતો કારણ કે એ પહેલા આ શોના સિઝન-3 કપિલ શર્મા પોતોના નામે કરા ચુક્યો હતો .કપીલ શર્માએ આ શોમાં પોતાની એક અલગ જ ઈમેજ બનાવી કોમેડી જગતમાં બાદશાહ બન્યો હતો ત્યારે ભારતી માટે સિઝન-4માં ટકવું એ એક ચેલેન્જ હતું અને ભારતી તે ચેલેન્જમાં સફળ રહી. આજે કોમેડી જગતમાં ભારતીનું નામ આવતા જ દર્શકોના ફેશ પર સ્માઈલ આવી જાય છે.
કોમેડીયન ભારતી સિંહ કોઈની ઓળખની મોહતાજ નથી તે વાત તેણે સાબિત કરી છે. કપિલ શર્માં જેવા ફેમસ કોમેડીયને પણ ભારતી પર તારીફોના ફુલ વર્સાવ્યા હતા.કોમેડી જગતમાં માત્ર મેલનું વર્ચસ્વ હતું ત્યારે ભારતી એ ઈમેજને ભુસીને પોતે ફિમેલ હોવા છતા કોમેડીમાં જંપલાવ્યું અને પોતાની એક આગવી ઓળખ બનાવી. લલ્લીના પાત્રથી ભારતીએ દર્શકોને ખુબ હસાવ્યા અને કોમેડીની એક નવી ઈમેજ ઊભી કરી.
ભારતી સિંહ ધ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ સિઝન-4ની એક ફાઈનલિસ્ટ હતી તે સિઝન ન જીતવા છતા કોમેડી સર્કસની ઘણી સિઝનમાં જોવા મળી હતી. 2009માં કોમેડી સર્કસકા તડકા , કોમેડી સર્કસ મહાસંગ્રામ ,કોમેડી સર્કસ કે સુપર સ્ટાર અને કોમેડી સર્કસ કા જાદૂ વગેરે શોમાં તેણે પોતાની અદાથી દર્શકોના દિલ જીતી લીધા. ભારતી દર્શકોના દિલની ધડકન બની .ત્યાર બાદ 2010માં અદાલત માં આરતી સિન્હાના રોલમાં જોવા મળી હતી. ભારતિ સિંહએ એક્ટીંગની સાથે સાથે મોડેલિંગમાં પણ જંપલાવ્યું હતું કેટલાક ફેશન ડીઝાઈનરો માટે રેંપ વોક પણ કર્યું હતું જ્યારે ઝલક દિખલાજામાં પોતે ડાન્સર છે તે વાત પણ સાબિત કરી બતાવી. આ સાથે સાથે ભારતીએ ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ અને કોમેડી નાઈટ બચાવો શો ને હોસ્કટ કર્યો હતો અને 2017માં પતિ હર્ષ લિંબાચિયા સાથે નચ બલિયેમાં જોવા મળી .મશહુર કોમેડી શો કોમેડી દંગલમાં જજની જગ્યા પણ ભારતીએ સંભાળી હતી. જ્યારે હાલ પણ ભારતી પોતાની લાઈફમાં સતત કાર્યરત છે એમ કહી શકાય. હાલ ભારતી પોતાના જ હસ્બન્ડનો શો ખતરા ખતરામાં વ્યસ્ત જોવા મળે છે તે ઉપરાંત ખતરો કે ખિલાડીમાં પણ તેણે પોતાની તાકાત અજમાવી હતી. આમ આજે ભારતી સિંહ કોમેડી જગતની ખુબજ લોકપ્રિય લેડી સાબિત થઈ છે.કોમેડી નામ સાંભળતા જ ભારતી યાદ આવી જ જા . જો ભારતીને કોમેડી ક્વિન કહીયે તો પણ કઈ ખોટું નથી.