શિયાળામાં હિલસ્ટેશ પર ફરવાની મજા બને છે બમણી , આ હિલસ્ટેશોને તામારા લીસ્ટમાં કરો સામેલ
- હિલ સ્ટેશનો પર ફરવાની મજા જ જૂદી હોય છે
- જાણીલો તમે પણ આ હિલસ્ટેશનો વિશે
શિયાળામાં સૌ કોઈને ફરવું વધુ પસંદ હોય છે,ખાસ કરીને નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી પ્રવાસીઓનો અનેક પ્રવાસન સ્થળે ઘસારો જોવા મળે છે.આજકાલ હિલસ્ટેશનો પર જતા લોકોની સંખ્યા વધી છે,શિયાળઆની ભરઠંડીમાં લોકો હિલસ્ટેશન પર જઈને પહાડોમાં રહેવાનું, પહાડોની હવા ખાવાનું વધુ પસંદ કરે છેઅને તેના કારણે હવે દરેક હિલ સ્ટેશનો પર ભારે ભીડ જોવા પણ નળે છે,જો તમે પ મરજાઓમાં આ પ્રકારની જગ્યાએ જવા માંગો છો તો કેટલાક આ વિસ્તારની યાદી જોઈલો
મેધાલય
શિલોંગઃ-મેઘાલયની રાજધાની શિલોંગ ભારતના સૌથી ખૂબસૂરત હિલ સ્ટેશન માંથી એક છે. અહીંયા આવીને તમને કુદરતના સાનિધ્યમાં રહેવાનો આહલાદક અનુભવ થાય છે. શિલોંગને પૂર્વ ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. શિલોંગમાં સૌથી ઊંચો ધોધ જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. શિલોંગમાં એલિફન્ટા ફોલ, શિલોંગ વ્યું પોઇન્ટ,લેડી હૈદરી પાર્ક,ગોલ્ફ ફોર્સ,કૈથોલિક કેથેડ્રલ,આર્ચરી જોવા લાયક સ્થળો છે. અમરોઈ એરપોર્ટથી શિલોંગ 35 કિલોમીટર દૂર છે. દિલ્હીથી અંદાજે 1500 કિલોમીટરના અંતરે શિલૉંગ આવેલું છે.
ઉત્તરાખંડ
નૈનીતાલઃ-આ ઉત્તરાખંડનું એક આકર્ષક હિલ સ્ટેશન છે. તે તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે.તેથી જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ફરવા આવે છે.આટલું જ નહીં, શિયાળામાં ફરવાની મજા અહી બમણી બનતી હોય છે,ઠંડી હવા અને વાતાવણ ખુશ્નુમા તમારો પ્રવાસ યાદગાર બનાવે છે.
હિમાચલ પ્રદેશ
કુફરીઃ-કુફરી હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે.આજુબાજુના બરફના આકર્ષક નજારાઓ વ્યક્તિનું મન મોહી શકે છે.ખીણમાં સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ, ગાઢ દેવદાર અને દેવદારના જંગલો છે જે આ સ્થળના આકર્ષણમાં વધારો કરે છે.
કિન્નોરઃ-દરતના ખોળામાં વસેલા શિમલા શહેરને સાત પહાડીઓનું શહેર પણ કહેવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં તમને અહીંયા બરફ જોવા મળે છે. સીમલા કિન્નોર વિસ્તારમાં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો. શિમલામાં તમે ધ મોલ, તારા દેવી મંદિર, સમરહિલ અને સ્ટેટ મ્યુઝીયમ જોવા જઈ શકો છો.
મહારાષ્ટ્ર
મહાબલેશ્વર પંચગનીઃ-મહારાષ્ટ્રમાં આવેલું આ સ્થળ પહોડોની વચ્ચે ઘેરાયું છે અહી એડવેન્ચરની મજા પણ માણી શકાય છે,અહીનું વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે ,ઊંચાઈ પર રહેવાની મજાજ અહી કંઈક જૂદી હોય છે.અહીં આબોહવા ખુશનુમા રહેતી હોવાથી તે `ભારતના સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાય છે. ઊંચાઈની સરખામણીમાં તે મહાબળેશ્વરથી માત્ર 60 મીટર ઓછી ઊંચાઈ ધરાવે છે.આજુબાજુની ઊંચી ટેકરીઓથી ઘેરાયેલું હોવાથી પૂર્વ તરફથી વાતા પવનોથી રક્ષાયેલું રહે છે.