દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.દિલ્હીમાં ઠંડી વધવાની સાથે પ્રદુષણનું જોખમ પણ વધી રહ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો નોંધાશે.તે જ સમયે, રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક એટલે કે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) પણ ખૂબ જ નબળી શ્રેણીમાં રહે છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના લેટેસ્ટ ડેટા અનુસાર, દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI 400ને પાર કરી ગયો છે.સાથે જ આગામી દિવસોમાં સ્મોગનું જોખમ પણ વધી રહ્યું છે.દિલ્હીના આકાશમાં સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે.સાથે જ પવનની ગતિ પણ ધીમી પડી છે.આવી સ્થિતિમાં વધતા પ્રદૂષણની સાથે સ્મોગના ખતરાની પણ ચેતવણી આપવામાં આવી છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટા અનુસાર, આનંદ વિહાર સ્ટેશન પર મંગળવારે રાત્રે 9:30 વાગ્યે AQI 421 નોંધવામાં આવ્યો હતો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. જ્યારે, ITO ખાતે AQI 340 રેકોર્ડ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત, IGI એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં AQI 359 નોંધવામાં આવ્યો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. મંગળવારે રાત્રે ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ સ્ટેશન પર AQI 318 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. લોની વિસ્તારમાં AQI 319 નોંધાયો હતો.બીજી તરફ નોઈડાની વાત કરીએ તો સેક્ટર 62 સ્ટેશન પર AQI 414 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. સેક્ટર 125 માં AQI 315 નોંધાયો હતો.
0 અને 50 ની વચ્ચેનો AQI ‘સારો’, 51 અને 100 વચ્ચેનો ‘સંતોષકારક’, 101 અને 200 વચ્ચેનો ‘મધ્યમ’, 201 અને 300 વચ્ચે નો ‘ખરાબ’, 301 અને 400 વચ્ચે નો ‘ખૂબ ખરાબ’ અને 401 અને 500 ‘વચ્ચેના AQIને ‘ગંભીર’ ગણવામાં આવે છે.હવાની ગુણવત્તામાં સુધારો થવા સાથે, GRAPના ત્રીજા તબક્કા હેઠળના નિયંત્રણો પણ હટાવવામાં આવ્યા છે.