આ વ્યક્તિને ભૂખ લાગે તો તે ખાતો હતો સિક્કાઓ, ઓપરેશન કરીને કાઢવામાં આવ્યા 178 સિક્કા
- આ વ્યક્તિને સિક્કા ખાવાની હતી ભૂખ
- ઓપરેશન દરમિયાન 178 સિક્કાઓ કાઢવામાં આવ્યા
દુનિયામાં કેચલીર અજીબો ગરીબ ઘટના જોવા કે સાંભળવા મળે છે, જો કોઈના ખોરાક વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે અનાજ ખાતા હોઈએ છીએ પરંતુ કેટલાક લોલો વિચિત્ર વસ્તુઓ ખાવાનો શોક ઘરાવે છે અને આ એક હકીકત છે,તાજેતરમાં જ કર્ણાટકમાં એક વ્યક્તિ વિશે જાણવા મળ્યું કે આ વ્યક્તિને જ્યારે ભૂખ લાગે ત્યારે તે પૈસા એટલે કે સિક્કાઓ ખાતો હતો.આ 58 વર્ષીય વ્યક્તિનું નામ દાયમપ્પા છે.
જ્યારે આ વ્ક્તિને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ ત્યારે તે ડોક્યર પાસે ગયો અને નિદાન બાદ તેના પેટનું ઓપરેશન કરાયું જેમાંથી કુલ 178 સિક્કાઓ બહાર કાઢવામાં આવ્યા હતા ઓ ચોંકવાની બાબત હતી આ વાતથી સૌ કોઈ આશ્ચર્ય પામ્યા છે.
ડોક્ટરે તેના પર અલગ-અલગ ટેસ્ટ કર્યા. એન્ડોસ્કોપી પણ કરી. જેમાં પેટમાં ઘણા સિક્કા હોવાનું જાણવા મળ્યું હતું. ૧૮૭ સિક્કા કાઢવામાં આવ્યા જેની 462ની કિંમત હતી ડૉક્ટરોએ જણાવ્યું કે આ વ્યક્તિને સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે.રાયચુર જિલ્લાના લિંગસુગુર શહેરનો રહેવાસી છે. રિપોર્ટ અનુસાર, 26 નવેમ્બર શનિવારના રોજ દયમપ્પાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેના પર તેના સંબંધીઓ તેને હોસ્પિટલમાં લઈ ગયા. અહીં ડોક્ટરોએ લક્ષણોના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી. દર્દીના પેટના સ્કેનમાં જાણવા મળ્યું કે તેના પેટમાં સિક્કા છે.