- ઉજ્જૈન મહાકાલ મંદિરમાં નહી લઈ જવાય મોબાઈલ
- 20 ડિસેમ્બરથી મૂકાયો પ્રતિબંધ
- મોબાઈલમાં વીડિયા બનાવાની ઘટના બાદ બેઠક યોજાઈ
- આ બેઠકમાં મોબાઈલ મામલે ઠોસ નિપર્ણય લેવાયો
સામાન્ય રીતે જાણીતા મંદિરોમાં મોબાઈન ફોન લઈ જવાની મનાઈ હોય છે ત્યારે હવે તેના તર્જ પર મહાકાલ મંદિર પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 20 ડિસેમ્બરથી મંદિરમાં મોબાઈલ ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તે જ સમયે, મંદિરના લાડુની કિંમતમાં પણ 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે 2 બહેનો દ્રારા મંદિરમાં વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે. ત્યાર બાદ કમિટિની બેઠક યોજાઈ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે વારંવારના મામલા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 20 ડિસેમ્બરથી મંદિરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.આ સહીત વીવીઆઈપી ભક્તો પણ દર્શન દરમિયાન મોબાઈલ લઈ શકશે નહીં.
આ સાથે જ હવે જ્યારે પણ સુરક્ષા કર્મચારીઓ ફરજ પર હોય ત્યારે એન્ડ્રોઈડ ફોનને બદલે કીપેડ મોબાઈલ રાખી શકશે સાથે જ ભક્તોની સાથે વીવીઆઈપી અધિકારીઓ-પૂજારી પણ મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. બીજી તરફ બીજો નિર્ણય ભક્તોના ખિસ્સા પર ભારે પડશે. ભક્તોને હવે મહાકાલના લાડુ 60 રૂપિયા મોંઘા થશે. પહેલા તે 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું, હવે તેની કિંમત 360 રૂપિયા થશે. મંદિરના પ્રશાસક એ જણાવ્યું કે 20 ડિસેમ્બરથી મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ છે.
ઉલ્લેખનીય છે કે મહાકાલ મંદિરમાં બે મહિલા સુરક્ષાકર્મીઓએ મંદિરમાં ડાન્સ કર્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો. આ વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો. મંદિર પ્રશાસને કડક પગલાં લેતા બંને મહિલા સુરક્ષા કર્મચારીઓની હાકલપટ્ટ કરી હતીવીડિયોમાં ફિલ્મી ગીતો વાગતા હતા જેને લઈને મંદિરના વહીવટતંત્રએ કડક પલગા લેવા પડ્યા અને મોબાઈલ પ્રતિબંધનો નિર્ણય પણ લેવામાં આવ્યો.