- પોલીસે બે આરોપીઓને ઝડપી લઈ તપાસ આરભી
- ઘટના સ્થળ પરથી મોટી સંખ્યામાં તમંચા જપ્ત કર્યાં
- પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા
ભોપાલઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટ ફોનના વપરાશની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધ્યો છે. બીજી તરફ ગુનાખોરીમાં પણ હવે સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન મેરઠમાં બે શખ્સોએ ઈન્ટરનેટ મારફતે તમંચો બનાવતા શીખીને ગેરકાયદે તમંચા બનાવવાની ફેકટરી શરૂ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસની તપાસમાં આરોપીઓ ઈન્ટરનેટ ઉપર તમંચો બનાવતા શીખ્યાનું ખૂલ્યું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, તમંચા બનાવવાની ફેકટરી ઝડપાઈ છે. પોલીસે બનાવ સ્થળેથી મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કર્યાં છે. પોલીસે નૌશાદ અને કરીમુદ્દીન (બંને રહે, લિસાડી ગેટ, મેરઠ) ઝડપી લઈને ઉંડાણપૂર્વની તપાસ આરંભી છે. આરોપીઓએ ઝડપથી નાણા કમવવાની લ્હાયમાં ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો. તે બાદ આરોપીઓએ ઘરમાં જ તમંચા બનાવવાની ફેકટરી શરૂ કરી હતી. હથિયાર બનાવતા શીખવડી સાઈટ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેમજ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પોલીસે શોધખોળ આરંભી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાઈબર ક્રાઈમના ગુનામાં વધારો થયો છે. દરમિયાન આવા ગુનાઓ અટકાવવા માટે ક્રાઈમ ક્રાઈમની ટીમે એકશન પ્લાન તૈયાર કર્યો છે.