1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી MCD ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ – સમગ્ર શહેરમાં કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરી શરુ
દિલ્હી MCD  ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ – સમગ્ર શહેરમાં કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરી શરુ

દિલ્હી MCD ચૂંટણીનું આજે જાહેર થશે પરિણામ – સમગ્ર શહેરમાં કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરી શરુ

0
Social Share
  • દિલ્હી MCD ચૂંટણીનું આજે  પરિણામ
  • શહેરમાં કડક પોલીસ સુરક્ષા વચ્ચે મતગણતરી શરુ

એક બાજૂ એવતી કાલે ગુજરાત વિધાનસભાની બેઠકની ચૂંટણીનું પરિણામં આવવાનું છે તો તેમા એક દિવસ પહેલા આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય નક્કી થવા જઈ રસહ્યું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા કોની પાસે રહેશે, ભાજપ 15 વર્ષ સુધી સત્તા જાળવી શકશે કે કેમ કે આમ આદમી પાર્ટી MCDને તોડી પાડવામાં સફળ થશે, આ મામલે આજે નિર્ણય આવશે.

દિલ્હીમાં 4 ડિસેમ્બરે 250 બેઠકો માટે  એમસીડી ચૂંટણી માટેનું મતદાન થયું હતું. આ દરમિયાન 50 ટકાથી વધુ મતદાન કરાયું. સમગ્ર દિલ્હીમાં કુલ 42 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. તમામ કેન્દ્રો પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે આ ચૂંટણીની પરિણામ જાહેર થવાનું છે ત્યારે સૌ કોઈની જનર પરિણામ પર છે.

મત ગણતરી કેન્દ્ર શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયૂર વિહાર, નંદ નગરી, દ્વારકા, ઓખલા, મંગોલપુરી, પીતમપુરા, અલીપુર અને મોડલ ટાઉન સહિતના વિસ્તારોમાં આવેલા છે. મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સની 20 કંપનીઓ અને 10,000થી વધારે પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત કર્યા છે. દિલ્હી નગર નિગમના એકીકરણ બાદ આ પ્રથમ ચૂંટણી છે, જે પહેલા 3 ભાગમાં વહેંચાયેલી હતી.

જો બીજી વાત કરીે તો મોટાભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. દિલ્હી નગર નિગમમાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન  ચાલી રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપને 181 બેઠકો મળી હતી. આ વખતે ત્રણેય મહાનગરપાલિકાઓને ભેગા કરીને ચૂંટણી યોજાઈ છે. આ સાથે, સીમાંકન દ્વારા કુલ બેઠકોની સંખ્યા પણ ઘટાડીને 250 કરવામાં આવી હતી.ત્યારે આમ આદમી પાર્ટી પોતાનું સ્થઆન બનાવશે કે કેમ તેનું પરિણામ આજે જોવા મળશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code