કર્ણાટક- મહારાષ્ટ્ર સીમા વિવાદ પર શાંતિ માટે સહમતિઃ- બન્ને રાજ્યોના મુખ્યમંત્રીએ કરી વાત
- કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ
- બન્ને રાજ્યના સીએમ એ શાંતિ માટે સહમતિ બનાવી
મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સીમા વિવાદ ચાલી રહ્યો છે,જો કે હવે આ મામલે શાંતિ થી શકે તેવા સમાચાર સામે યાન્યા છે ,મળતી વિગત પ્રમાણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રીઓ સહમત થયા કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
આ સાથે જ કર્ણાટકના સીએમ બોમ્એમ કહ્યું કે સરહદ મુદ્દે તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. કર્ણાટકના મુખ્યમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે ‘અમે બંને સહમત છીએ કે બંને રાજ્યોમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ’.તેમણે કહ્યું કે કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે સંવાદિતા છે અને શાંતિ જળવાશે.
સીએમ બોમ્મઈ એ કહ્યું કે જ્યાં સુધી કર્ણાટકની સરહદનો સંબંધ છે ત્યાં સુધી તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી અને આ માટે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ લડવામાં આવશે. આ પહેલા સીએમ બોમ્મઈએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો હતો.તો બીજી તરફ શિવસેનાના પૂર્વ નેતા ઠાકરે એ પણ કર્માણાટક સીમા વિવાદ પર પોતાનું ઠોસ વલણ કાયમ રાખ્યું હતું.
સીએમ બોમ્મઈએ એમ પણ કહ્યું કે સરકાર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરહદનો મુદ્દો ઉઠાવી રહી નથી.મહારાષ્ટ્ર છેલ્લા ઘણા સમયથી આને મુદ્દો બનાવી રહ્યું છે. આ કર્ણાટકનો મુદ્દો નથી. મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અમારો કેસ બંધારણ મુજબ છે અને અમને કાનૂની લડાઈ જીતવાનો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે અમે અમારી સરહદ અને લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.જો કે હવે આ બન્ને નેતાઓ એ ફોન પર શાંતિ જાળવવા માટે સહમતિ દર્શાવી છે.