ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આપ પાર્ટીના દિગ્ગજ કહેવાતા નેતાઓની હાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે.
બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની સામે ભાજપના વિનોદભાઇનો વિજય થયો છે. જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈ નો વિજય થયો છે.
તેઓને 55 હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડ્યા હતા. તેમણે 49% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ 38% થી વધારે મત મેળવ્યા હતા.
માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. માધવસિંહનો આ રેકોર્ડ આજે ભાજપાએ તોડ્યો છે.