કિચન ટિપ્સઃ- હવે નાસ્તામાં બ્રેડ-જામ ખાઈને કંટાળ્યા છો તો ટ્રાય કરો બ્રેડની આ ટેસ્ટી યમ્મી રેસિપી ‘બ્રેડ ચિલી કોઈન’
સાહિન મુલતાની-
સવારના નાસ્તામાં આપણે સૌ કોઈ બ્રેડ જામ કે બટર ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ જો કે બ્રેડ એવી વસ્તુ છે કે જેમાંથી અનેક વેરાયટીઓ બની શકે છે,તો આજે સવારના નાસ્તામાં બનાવીશું ચિલી ફ્લેક્સ વાળી સ્પાઈસી ફ્રાયડ ગાર્લિક બ્રેડ
સામગ્રી
- 10 નંગ બ્રેડ
- 2 કપ – મેંદો
- અડઘો કપ – કોર્ન ફ્લોર
- 2 ચમચી – ચીલી ફલેક્સ
- 1 ચમચી – ઓરેગાનો
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – ,સમારેલા લીલાઘાણા
- 1 ચમચી – લસણની પેસ્ટ
- તળવા માટે તેલ
ડિપ બનાવા માટે
4 ચમચી માયોનિઝ લો તેમાં 1 ચમચી સેઝવાન ચટણી અને 2 ચમચી ટોમેટો કેઅપ મિકસ કરીને બૂરાબર મિક્સ કરીદો તૈયાર છે બ્રેડ સાથે ખાવાની આ ડિપ
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો અને કોર્ન ફ્લોર લઈલો, હવે તેમાં જરુર પ્રમાણે પાણીનાખીને એક ઘટ્ટ સ્લરી તૈયાર કરો,
હવે મેંદાની આ સ્લરીમાં ચીલી ફ્લેક્સ, લસણની પેસ્ટ, ઓરેગાનો અને મીઠું એડ કરીને બરાબર મિક્સ કરીદો ત્યાર બાદ લીલાઘાણા પણ એડ કરીદો.
હવે દરેક બ્રેડને એક ગોળાકાર શેપ વડે ગોળ કટ કરીલો, ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખીદો ત્યા સુધી દરેક બ્રેડને ગોળ શેપમાં કટ કરીલો.
હવે મેંદાની જે લ્સરી છે તેમાં બ્રેડને ડિપ કરીને તેલમાં તળીલો, બન્ને સાઈડ બ્રાઉન થાય તે રીતે તળો, તૈયાર છે સ્પાઈસી બ્રેડ કોઈન, જેને તમે તૈયાર કરેલી ડિપ સાથે સર્વ કરી શકો છો.