રશિયન તેલ પર G7 દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને ભારતે ન આપ્યું સમર્થન -રશિયાએ ભારતના નિર્ણને આવકાર્યો, કરી પ્રસંશા
- રશિયન તેલ પર G7 દેશો દ્વારા લગાવાયો બેન
- ભારતે ન આપ્યું રુસને સમર્થન
- રશિયાએ ભારતના નિર્ણને આવકાર્યો, કરી પ્રસંશા
દિલ્હીઃ- દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી રશઇયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ હતી જેને લઈને વિશઅવના ઘણા દેશઓએ રશિયાની નિંદા પણ કરી ત્યારે હવે ભારતે માટે રશિયાએ પ્યારસંશા કરી છે વાત જાણે અમ છે કે G-7 દેશો અને તેમના સહયોગી દેશોને રશિયન ઓઇલ પર પ્રાઇસ કેપ લાદવા માટે સમર્થન ન આપવાના ભારતના નિર્ણયને આવકાર્યો છે. રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે રશિયામાં ભારતીય રાજદૂત પવન કપૂર સાથેની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
રશિયાના વિદેશ મંત્રાલયે એક જણાવ્યું હતું કે નાયબ વડા પ્રધાને રશિયન તેલ પર કિંમતની મર્યાદા લાદવાનું સમર્થન ન કરવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું હતું, જેની જાહેરાત G7 દેશો અને તેમના સહયોગી દેશો દ્વારા 5 ડિસેમ્બરે કરવામાં આવી હતી. આ પહેલા પણ સપ્ટેમ્બરમાં જી-7 દેશો રશિયાથી ઓઈલની આયાત પર પ્રાઇસ સીમા લાદવા માટે સંમત થયા હતા.
નોવાકે કહ્યું કે ઉર્જા સંકટ વચ્ચે પૂર્વ-દક્ષિણના દેશોમાં ઊર્જા સંસાધનોની સપ્લાય અને ઊર્જાની નિકાસ માટે રશિયા તેની જવાબદારીઓ માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. રશિયન વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022ના પ્રથમ આઠ મહિનામાં ભારતમાં રશિયાની તેલની આયાત વધીને 16.35 મિલિયન ટન થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેન યુદ્ધ છતાં ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખ્યું હતું. અને ભારતે નિવેદન જારી કર્યું હતું કે દેશની પ્રજાની સુવિધા પ્રથમ પ્રાથમિકતા છે અનમારા માટે.ત્યારે ફરી એક વખત ભારતે આ જી 7 દેશોના સમર્થનને ટેકો આપ્યો નથી.