1. Home
  2. ગુજરાતી
  3. આજે સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ,જાણો તેના વિશેની જાણી-અજાણી કેટલીક વાતો

આજે સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ,જાણો તેના વિશેની જાણી-અજાણી કેટલીક વાતો

0
Social Share

ચેન્નાઈ: ન ચાર્મિંગ ફેસ, ન સિક્સ પેક એબ્સ કે ન હેન્ડસમ લૂક, પરંતુ તેમ છતાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર છે.જી હા, રજનીકાંતનો જાદુ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ચાલે છે. રજનીકાંતે એક કરતાં વધુ શાનદાર ફિલ્મો કરી છે,પરંતુ એક્ટિંગમાં આવ્યા ત્યાં સુધીની તેમની સફર પડકારોથી ભરેલી હતી.રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો.તેમનું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું.રજનીકાંતને 4 ભાઈ-બહેન હતા જેમાં તેઓ સૌથી નાના હતા.રજનીકાંતના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હતા. રજનીકાંતની માતા જીજાબાઈનું બાળપણમાં જ અવસાન થયું હતું.

રજનીકાંતના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી.જેના કારણે તેણે પહેલા ઓફિસ બોય તરીકે કામ કર્યું અને ત્યારબાદ તેણે કુલી તરીકે સામાન ઉપાડવાનું શરૂ કર્યું,પરંતુ તેનાથી વધારે કમાણી થઈ નહીં.પૈસાની જરૂરિયાતને કારણે રજનીકાંતે સુથારનું કામ શરૂ કર્યું.આખરે ઘણી મહેનત પછી તેને BTSમાં બસ કંડક્ટરની નોકરી મળી.રજનીકાંતની ટિકિટ વેચવાની અને સીટી વગાડવાની સ્ટાઈલથી મુસાફરો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

રજનીકાંત એક્ટિંગ શીખવા માંગતા હતા પરંતુ પરિવારના સભ્યો તેની વિરુદ્ધ હતા.જોકે, રજનીકાંતની અંદર અભિનયનો કીડો જાગી ગયો હતો જ્યારે તેઓ રામકૃષ્ણ મઠમાં અભ્યાસ દરમિયાન વેદ-પુરાણ નાટકોમાં અભિનય કરતા હતા.આ પછી રજનીકાંતે મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગ શીખવાનું શરૂ કર્યું.અહીં તેણે એક નાટકમાં દુર્યોધનની ભૂમિકા ભજવી હતી, જેને જોઈને ડિરેક્ટર કે બાલચંદ્રન ખૂબ જ પ્રભાવિત થયા હતા.

રજનીકાંતને તેની પ્રથમ ફિલ્મ કમલ હાસન સાથે અપૂર્વ રશંગલમાં મળી, જોકે તેમાં રજનીકાંતનો રોલ ઘણો નાનો હતો.આ પછી તેને ફિલ્મ ભૈરવીથી સફળતા મળી.આ ફિલ્મ પછી રજનીકાંતે ક્યારેય પાછું વળીને જોયું નથી અને સેંકડો હિટ ફિલ્મો આપી હતી.રજનીકાંતની સુપરહિટ ફિલ્મોમાં બાશા, પદયપ્પા, અરુણાચલમ, થલપતિ, મુથુનો સમાવેશ થાય છે.

રજનીકાંતે 68 વર્ષની ઉંમરે શિવાજી- ધ બોસ, રોબોટ અને કબાલી જેવી હિટ ફિલ્મો કરી છે.72 વર્ષની ઉંમરે પણ રજનીકાંત ફિલ્મોમાં સક્રિય છે.નવા વર્ષમાં એટલે કે 2023માં રજનીકાંત ફિલ્મ ‘જેલર’માં જોવા મળશે.રજનીકાંતનો આધ્યાત્મિકતા સાથે પણ ઘણો સંબંધ છે.તે પોતાના કોઈપણ નવા પ્રોજેક્ટને શરૂ કરતા પહેલા અથવા કામ પૂરું કર્યા પછી આરામની ક્ષણો વિતાવવા માટે ઘણીવાર હિમાલય જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code