ગુજરાત આવેલા પીએમ મોદીએ વિતેલી મોડીરાતે રોડ શો કર્યો – આજે સીએમના શપથ સમારોહમાં આપશે હાજરી
- પીએમ મોદીએ વિતેલી રાતે રોડ શો કર્યો
- સીએમ શપથ સમારોહમાં હાજરી આપવા ગુજરાત આવ્યા પીએમ
અમદાવાદઃ- તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણાનો જાહેર થયા જેમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી, પીએમ મોદી અને ગૃહમંત્રી શાહનો આથાગ પ્રત્યન રંગ લાવ્યો ત્યારે આજ રોજ ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લઈ રહ્યા છે જેથી વડાપ્રધાન મોદી આ સમારોહમાં હાજરી આપવા રવિવારની રાતે જ ગુજરાત આવી પહોચ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી રવિવારની રાતે ગુજરાત આવ્યા ત્યારે તેમણ ેમોડી રાત્રે રોડ શો કર્યો જનતાએ તેમને પ્રેમથી આવકાર્યા અને રસ્તાઓ પર ફરી મોદી મોદીના નારા ગુંજ્યા.વિતેલી રાત્રે અમદાવાદમાં પીએમ મોદીના કાફલાને જોવા માટે લોકોએ મોડી રાત્રે પણ ઉત્સાહદર્શાવ્યો હતો.
અમદાવાદીઓ અહી મોટી સંખ્યામાં આવી પહોચ્યા હતા રસ્તાઓ પર પીએમ મોદીનું સ્વાગત કરતા લોકો જોવા મળ્યા હતા. પીએમ મોદીનો મોડી રાતનો શો પણ અનેક લોકોની હાજરીથી ભર્યો રહ્યો. સાબિત થયો હતો.આ દરમિયાન પીએમ મોદીએ રસ્તાઓ પર ઉભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને તેમનો આભાર પણ માન્યો હતો.
પીએમ મોદીના અમદાવાદ આગમન પર અનેક લોકો ઉત્સાહીત જોવા મળ્યા, ઉલ્લએખનીય છે કે આજે ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં બપોરે 2 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે જે સમારોહા પીએમ પણ હાજરી આપશે તેથી તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.આ શપથગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા ભાગ લઈ શકે છે.આ પહેલા જ્યારે ચૂંટણી યોજાવાની હતી ત્યારે પણ પીએમ મોદીએ અનેક રોડ શો કર્યા હતા અને તેમની જીત અ જનતાનો વિશઅવાસ છે તે સાબિત થયો છે.
PM મોદીએ રવિવારે રોડ શોના ફોટો સાથે ટ્વીટ કર્યું કે, “અમદાવાદ પહોંચતા જ લોકો દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આવતીકાલે નવી ગુજરાત સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.”