પાલકમાંથી નેચરલ હેર કલર પણ બની શકે છે,જાણો રીત
ટેન્શન, ભાગદોડવાળું જીવન, અનિયમિત જમવાનું આ બધી આદતોના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. સૌથી વધારે અસર માથાના વાળ પર જોવા મળે છે કે જેમાં વાળ સફેદ થઈ જાય છે. તો આવામાં હવે ચીંતા કરવાની જરૂર નથી પણ જો પાલકનો આ રીતે ઉપયોગ કરો તો તેમાંથી નેચરલ હેર કલર પણ બની શકે છે.
જો પાલકમાંથી નેચરલ હેર કલર બનાવવા માટેની સામગ્રીની વાત કરવામાં આવે તો, તેના માટે અડધી ચમચી હળદર, એક કપ સુકાયેલા પાલક, એક કપ ઇન્ડિગો પાવડર અને એક ચમચી ઇંડાની જરૂર પડશે.
આને ઉપયોગ કરવાની રીત એવી છે કે તમારે આ હેર કેલરનો ઉપયોગ નોર્મલ મહેંદીની જેમ કરવાનો છે. હેર કલરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં તમે વાળને ખોલી દો.
પછી હેર કેલરને એક બાઉલમાં લઇ લો અને એમાં જૈતુનનું તેલ મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દો. બ્રશની મદદથી હવે વાળમાં લગાવો અને લગભગ આ માસ્કને 3 થી 4 કલાક માટે રહેવા દો.