Pre-Wed Shoot માટે આ જગ્યાઓ છે બેસ્ટ,ફોટોશુટ માટે કપલ કરી રહ્યા છે પડાપડી
પ્રી વેડિંગ શૂટનો ક્રેઝ દિવસને દિવસે ખૂબ જ વધી રહ્યો છે. લગ્ન પહેલાનાં દિવસોને યાદગાર બનાવવા માટે અનેક લોકો આ ટાઇપનું શૂટ કરાવતા હોય છે. ફોટો અને વિડીયો માટે આ દિવસોમાં વારાણસી એક મોટુ આકર્ષણ બની રહ્યું છે.
દશાશ્વમેઘ ઘાટ પર સાંજની ગંગા આરતી પણ પ્રિ-વેડિંગ માટે સૌથી બેસ્ટ છે. આ એક સુંદર જગ્યા છે. ગંગા આરતી દરમિયાન હોડીમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવવાનો અહીંયા જોરદાર ક્રેઝ છે. અહિંયા તમને અલગ-અલગ પ્રકારના પેકેજ પણ મળે છે.
ગુલાબી ઠંડીમાં ગંગાની લહેરોમાં હોડી પર ખૂબસુરત સાઇબેરિયન પક્ષીઓની વચ્ચે તમે આ દિવસોમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવો છો તો તમારો વટ પડી જાય છે. આ જગ્યા માટે અનેક જગ્યાએથી લોકો પૂછપરછ કરી રહ્યા છે. પ્રિન્સ પાંડે આ વિશે જણાવે એ કે ઘાટ સિવાય આ પોઇન્ટ લોકોને ખૂબ પસંદ પડે છે.
બનારસનો ચેતસિંગ ઘાટ બોલિવૂડ ફિલ્મોનું સાથે આ દિવસોમાં પ્રિ-વેડિંગ શૂટ માટે અનેક લોકો પસંદ કરી રહ્યા છે. કપલ આ ઘાટ પર હાલમાં અનેક લોકો પ્રિ-વેડિંગ શૂટ કરાવી રહ્યા છે. આ શૂટ દરમિયાન લોકોને હેરિટેજ લુક મળે છે, જે લગ્ન પહેલાની યાદોને ખાસ બનાવે છે.