કિચન ટિપ્સઃ- જો તમને સોયાવડી ભાવે છે તો હવે વડીમાંથી બનાવો આ ટેસ્ટી મસાલેદાર કબાબ
સાહિન મુલતાનીઃ-
સોયાવડી આમતો દરેક લોકોને ભાવે છે,મોટાભાગના ઘરોમાં તેનું શાક બનાવવામાં આવે છે તો ઘણા લોકો તેને મેગીમાં ,મન્યુરિયન તરીકે કે પછી પુલાવમાં પણ નાખીને ખાય છે,તો આજે આપણે આ વડીમાંથી ટેસ્ટી કબાબ બનાવતા શીખીશું
સામગ્રી
- સોયા વડીના 4 પેકેટ
- 2 નંગ – ડુંગળી ચોપરમાં ચોપ કરેલી( ચોપ કરેલુી ડુંગળીનું પાણી નીતારીલો)
- 3 ચમચી – લીલા મરચા કતરેલા
- 2 ચમચી – આદુ-લસણ કતરેલું
- 1 કપ- લીલા ઘાણા જીણા સમારેલા
- 1 કપ ફૂદીનો – જીણો સમારેલો
- 1 ચમચી – લાલ મરચું
- 2 ચમચી – બેસન
- સ્વાદ પ્રમાણે – મીઠુ
સૌ પ્રથમ ગરમ પાણી કરીને વડીને ઓછામાં ઓછી 20 મિનિટ પલાળી રાખો
હવે આ વડીને બન્ને હાથની હથેળીમાં દબાવીને પાણી કાઢી લો, હવે આ વડીને મિક્સરમાં ક્રશ કરીલો.
હવે એક મોટા વાસણમાં ક્રશ કરેલી વડી લઈલો, તેમાં મીઠુ, હરદળ, લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરીલો
હવે તેમાં બેસન અને ડુંગળી નાખીને બરાબર મિક્ કરીદો, ખાસ વાત યાદ રાખો કે ડુંગળીમાંથી પાણી નીતારવાનું ન ભૂલતા .
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, હવે સોયાના ક્રશમાંથી ગોળ ગોળ નાની સાઈઝના કબાબ વાળીને ભર તેલમાં બ્રાઉન થાય તે રીતે તળીલો, તૈયાર છે સોયાવડી કબાક ,સોસ અથવા ગ્રીન ચટણી સાથએ સર્વ કરી શકો છો.