- બોડી ડિટોક્સ માટે શાકભાજી ખાઓ
- ઝેરી પ્રદાર્થનો નિકાસ માટે શાકભાજી બેસ્ટ ઓપ્શન
શિયાળો એટલે શાકભાજીની સિઝન આ ઋતુમાં અનેક શાકભાજી મળી આવે છે.આ સાથે જ ડોક્ટર્સ અને વડિલો પણ શાકભાજીના સેવનની સલાહ આપે છે, આવી સ્થિતિમાં જો તમે કેટલાક શાકભાજીનું રોજેરોજ સેવન કરો છો તો તમારી હેલ્થ ખૂબ સારી રહે છે. શાકભાજીમાંથી આપણાને અનેક વિટામિન્સ અને મિનરલ મળી રહે છે,આ સાથે જ આ ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આ સાથે મેટાબોલિઝમ વધારવા માટે વધુ પોષક તત્વોની પણ જરૂર પડે છે. આવી સ્થિતિમાં શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે, તમારે તમારા આહારમાં એવી વસ્તુઓ શામેલ કરવાની જરૂર છે જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે અને તમે નિરોગી રહી શકો
હરદળ વાળો ઉકાળો અથવા ચા
હળદરની ચામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત, હળદર એક શક્તિશાળી લીવર સાફ કરે છે, તે લીવરની કાર્યક્ષમતા વધારીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.જેથી સવારે ા ચાનું સેવન કરવું જોઈએ.
કાકડી, બીટ ગાજરનું સલાડ
તળેલું અને મસાલેદાર ખોરાક ખાધા પછી શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે બીટરૂટ, કાકડી, ટામેટા, મૂળા અને બ્રોકોલીને તમારા આહારમાં સલાડ તરીકે સામેલ કરી શકો છો.
ફળો અને શાકભાજીના જ્યુસ
આ સાથે જ સવારના નાસ્તામાં બીટનો જ્યૂસ, ગાજરનો જ્યૂસ અથવા ફળોના જ્યૂસ પી શકો છો.આ સાથે જ સાંજના ખોરાકમાં તમે રાલકનું ગર સૂપ પી શકો છો.સાથે જ ફળોનું સેવન પણ સારુ ગણાય છે.તેમાંથી અનેક ખનિજ તત્વો મળી રહે છે.
આમળઆનો રસ
શિયાળામાં આમળા ઉત્તર ફળ છે,તમે કાચા આમળાનું સેવન કરી શકો છો,સાથે જ આમળઆનો રસ બનાવીને પી શકો છો.આમળામાં માત્ર મોટી માત્રામાં વિટામિન સી જ નથી, પરંતુ તે ચયાપચયને વધારવામાં પણ મદદ કરે છે અને શરદી અને ઉધરસ જેવા વાયરલ અને બેક્ટેરિયલ ચેપ સામે રક્ષણ આપે છે.
મોટા પ્રમાણમાં પાણી પીવો
પાણી એ આપણા શરીરને પુરતી ઊર્જા પુરી પાડે છે,શિયાળામાં શરીરને ડિટોક્સ કરવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ ઘણા લોકો ઠંડકમાં તરસ ન લાગવાને કારણે પાણી પીતા નથી, જો કે ઠંડીમાં પણ પાણી પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો, તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને તેને હાઇડ્રેટ રાખે છએ અને તેનાથી ત્વચા પર ગ્લો કરે છે.