ચીન સાથેના તણાવ બાદ દિલ્હીના સીએમ કેજરીવાલનું નિવેદન – કહ્યું ‘શા માટે આપણે ચીન સાથે વેપાર નથી કરતા બંધ’
- સીએમ કેજરીવાલે ચીન સાથેના વેપાર પર ઉઠાવ્યો સવાલ
- કહ્યું શા માટે આપમે ચીન સાથે વેપાર બંધ નથી કરતા
દિલ્હીઃ- ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો છે ત્યારે હવે આ મુદ્દા પર દિલ્હીની સરકાર સીએમ કજરિવાલે પણપોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ચીન સાથએના વેપાર સંબંધ પર સવાલ ઉઠાવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ સીએમ અરવિંદ કેજરીવાલે ચીન સાથે વેપાર બંધ કરવાની માંગ કરી છે જરીવાલે બુધવારે આ અંગે ટ્વીટ પણ કર્યું છે,
તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, “આપણે ચીન સાથેનો વેપાર કેમ બંધ ન કરીએ શકીએ ? ચીનમાંથી આયાત કરવામાં આવતી મોટાભાગની ચીજવસ્તુઓ ભારતમાં જ બને છે. ચીનને પાઠ મળશે અને ભારતને રોજગાર મળશે. “તવાંગમાં થયેલી અથડામણ પર સોમવારે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આપણા સૈનિકો દેશનું ગૌરવ છે. હું તેમની બહાદુરીને સલામ કરું છું અને તેમની જલ્દી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ સોમવારે જણાવ્યું હતું કે તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે 9 ડિસેમ્બરે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા.
બે વર્ષ પહેલા જ્યારે ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી ત્યારે ચીન સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. તવાંગની ઘટના બાદ હવે દેશમાં આવો જ માહોલ સર્જાઈ રહ્યો છે. ચાઈનીઝ સામાનનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. આ માંગણી કેટલી વ્યવહારુ છે તે અલગ વાત છે, પરંતુ દેશના અનેક શહેરોમાં ઉદ્યોગપતિઓ રસ્તા પર આવીને ચીનની કમર તોડવા માટે વેપાર બંધ કરવો જરૂરી હોવાનું જણાવી રહ્યા છે. દિલ્હીમાં કેટલાક વેપારીઓએ ખાંડની આયાત પર પ્રતિબંધની માંગ સાથે કનોટ પ્લેસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે ચીન સાથેનો વેપાર બંધ કરવામાં આવે.