અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે
કોલકાતા:પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા.આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલ (EZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,બેઠકને ધ્યાનમાં રાખીને ભાજપ કાર્યાલય અને રાજ્ય સચિવાલયની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે,શુક્રવારે અહીં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી.બેઠકમાં, આગામી પંચાયત ચૂંટણીઓ માટે ભગવા છાવણીની તૈયારીઓની સમીક્ષા કરવા ઉપરાંત, બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રીએ બંગાળ ભાજપ એકમના વરિષ્ઠ નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી, જેમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષનો સમાવેશ થાય છે. આ બેઠકમાં હુગલીના સાંસદ લોકેટ ચક્રવર્તી અને આસનસોલ દક્ષિણના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલ પણ હાજર હતા.
માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમના તેમના સમકક્ષ આજે એટલે કે શનિવારે યોજાનારી ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે.આ દરમિયાન, અન્ય મુદ્દાઓ સાથે, કેન્દ્રીય ગૃહમંત્રી પાંચ રાજ્યોની સીમાઓ અને ઇસ્ટર્ન ફ્રેટ કોરિડોરને પૂર્ણ કરવા સંબંધિત બાબતો પર પણ ચર્ચા કરશે.જોકે, સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે,બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક શનિવારની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા નથી.