અમેરિકાના ટેક્સાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી:અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં શુક્રવારે સાંજે મોટા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી.જોકે આ ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી
આ ભૂકંપ ટેક્સાસના ઈતિહાસના સૌથી મોટા ભૂકંપમાંનો એક છે. શુક્રવારે સાંજે રાજ્યના પશ્ચિમ ભાગમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી.આ વિસ્તારમાં તેલ અને ફ્રૅકિંગ પ્રવૃત્તિ થાય છે.યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું કે,ભૂકંપ 5.4ની તીવ્રતાનો હતો અને શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 5:35 કલાકે આવ્યો હતો.તે મિડલેન્ડના ઉત્તરપશ્ચિમમાં લગભગ 14 માઈલની ઊંડાઈ પર કેન્દ્રિત હતું.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.