ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ, એર માર્શલે કહ્યું- સુરક્ષામાં પણ બંનેની ભૂમિકા
દિલ્હી:બાંગ્લાદેશ વાયુસેનાના ચીફ એર માર્શલ શેખ અબ્દુલ હન્નાને શનિવારે હૈદરાબાદમાં કહ્યું હતું કે, ક્ષેત્રની સુરક્ષામાં ભારત અને બાંગ્લાદેશની મહત્વપૂર્ણ ભૂમિકા છે.ભારતીય વાયુસેનાની વિવિધ શાખાઓના ફ્લાઈટ કેડેટ્સની કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા હન્નાને કહ્યું કે,બંને દેશો વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે અને 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ સંબંધો વધુ ગાઢ બન્યા છે.
તેમણે કહ્યું કે,બંને દેશોએ ક્ષેત્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે. અમારા સંરક્ષણ દળો નિયમિતપણે સંયુક્ત કવાયત કરે છે તે સુનિશ્ચિત કરવા માટે કે અમારા પ્રયત્નોમાં તાલમેલ રહે.
પાડોશી દેશના વાયુસેના પ્રમુખે કહ્યું કે,બાંગ્લાદેશી વાયુસેનાની સ્થાપના 28 સપ્ટેમ્બર 1971ના રોજ ભારતના દિમાપુરમાં થઈ હતી.તેમણે કહ્યું કે,તે વારસા સાથે આજે બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સન્માન છે.હન્નાને કહ્યું કે,ભારત અને બાંગ્લાદેશ ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે.1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ સંબંધો વધુ મજબૂત બન્યા છે.આ સંબંધો મને 1971ના મુક્તિ યુદ્ધમાં ભારત અને ખાસ કરીને ભારતીય વાયુસેનાના અમૂલ્ય યોગદાનની યાદ અપાવે છે.