દરેક પ્રકારની ત્વચાને કાળજીની જરૂર હોય છે, પછી તે ડ્રાય હોય કે ઓઈલી હોય કે સેંસેટીવ સ્કિન હોય.પરંતુ કોમ્બિનેશન સ્કિન ધરાવતા લોકોએ તેને સંતુલિત કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે.કોમ્બિનેશન સ્કિનમાં ત્વચા ક્યારેક ઓઈલી તો ક્યારેક ડ્રાય બની જાય છે.આ પ્રકારની ત્વચામાં ટી એરિયા હંમેશા ઓયલી રહે છે જ્યારે બાકીનો ચહેરો ડ્રાય દેખાય છે.તેથી જ આ પ્રકારની ત્વચા ધરાવતા લોકોને કુદરતી વસ્તુઓની મદદથી ત્વચાની સંભાળ લેવાની સલાહ આપવામાં આવે છે.કોમ્બિનેશન સ્કિનની કાળજી લેવા માટે સામાન્ય રીતે કુદરતી ઘટકોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે, તેથી મોટાભાગના લોકો તેના માટે હોમમેઇડ ફેસ પેક પર આધાર રાખે છે.તો,ચાલો જાણીએ કે કોમ્બિનેશન સ્કિન માટે કેટલાક હોમમેઇડ ફેસ પેક કેવી રીતે બનાવી શકાય.
એલોવેરા અને રાઈસ ફ્લોરનો ફેસ પેક
એલોવેરા ચહેરાને જરૂરી ભેજ આપવાની સાથે ભેજ પણ આપે છે અને ચોખાનો લોટ ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે સાથે જ ચહેરા પરથી વધારાનું ઓઈલ પણ દૂર કરે છે. એટલા માટે આ ફેસ પેક કોમ્બિનેશન માટે બેસ્ટ કહેવાય છે.
કેવી રીતે ઉપયોગ કરવો ?
એલોવેરામાં ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો.જો પેસ્ટ ઘટ્ટ થઈ રહી હોય તો તમે તેને પાતળું કરવા માટે ગુલાબજળ ઉમેરી શકો છો.તેને ચહેરા પર લગાવો અને સુકાવા દો અને પાણીથી ચહેરો ધોઈ લો.તેનાથી ચહેરા પર ઓઈલ બેલેન્સ થશે અને ચહેરા પર કુદરતી ચમક આવશે.આ સાથે ચહેરા પરના બ્લેકહેડ્સ અને ડાઘ પણ દૂર થશે.
કાચા દૂધનો ફેસ પેક
કાચું દૂધ ત્વચાને જરૂરી પોષણ આપે છે.અને છિદ્રોમાંથી ગંદકી દૂર કરે છે. આ સાથે ચોખાનો લોટ ત્વચાને નિખારે છે.
કેવી રીતે ઉપયોગ કરવો ?
બે ચમચી કાચા દૂધમાં થોડો ચોખાનો લોટ મિક્સ કરો અને તેમાં થોડી દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.પછી તેને કોટનની મદદથી ચહેરા પર લગાવો અને સૂકવવા માટે છોડી દો.બાદમાં ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવો.