મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગમાં હવે શરદ પવારે શૂર પુરવ્યા- કેન્દ્રને આપી આ અંગેની ચેતવણી
- મહારાષ્ટ્રના ગવર્નરને હટાવાની માંગ
- શરદ પવારે પણ આ માંગ કેન્દ્ર સામે મૂકી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પોતાના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને તેઓ સતત વિવાદમાં આવ્યા હતા આ વિવાદ બાદ શિવસેના સહીત અનેક લોકોએ તેમને પદ છોડવા નું કહ્યું ત્યારે હવે એનસીપીના પ્રુખ શરદ પવારે પણ મહારાષ્ટ્રના રાજ્યપાલને હટાવાની માંગ કરી છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનને લઈને રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. મહા વિકાસ આઘાડી એ શનિવારે મહારાષ્ટ્રમાં જોરદાર પ્રદર્શન કર્યું. જેમાં શિવસેના ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ અને એનસીપીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ દરમિયાન એનસીપી વડા શરદ પવારે કેન્દ્ર સરકારને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હટાવવાની ચેતવણી આપી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના છત્રપતિ શિવાજી મહારાજ પરના કથિત વિવાદાસ્પદ નિવેદન સામે વિરોધ પક્ષો વાંધો ઉઠાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના છત્રપતિ શિવાજી મહારાજને લઈને આપેલા બયાન પર સતત હંગામો ચાલી રહ્યો છે આ સમગ્ર ઘટના વચ્ચે એકનાથ સિંદે જૂથના એક ઘારાસ્ભયનું બયાન સામે આવ્યું છે જેમાં રાજ્યપાલના બયાનને લઈને તેઓએ નારાજગી જતાવી છે પાર્ટીના વિધાયક સંજય ગાયકવાડે મહારાષ્ટ્રના રાજ્યપાલને બીજે મોકલી આપવાની માંગ કરી છે