આયકર વિભાગની નવી માર્ગદર્શિકા – 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ થઈ જશે રદ
- 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ રદ થશે
- નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી
દિલ્હીઃ- પાનકાર્ડ રદ થવાને લઈને એક મહત્વની વિગત સામે આવી છે જે પ્રમાણે જો તમારુ પાનકાર્ડ આઘાર સાથએ લિંક નહી થયું હોય તો તે રદ કરી દેવામાં આવશે .ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજરો એક એડવાઈઝરી જારી કરી હતી કે આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં જે PAN આધાર સાથે લિંક ન હોય તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
આ સાથે જ આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, “પાનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, તે જરૂરી છે. વિલંબ કરશો નહીં, આજે જ લિંક કરો!” આવકવેરા અધિનિયમ, 1961 મુજબ, તમામ PAN ધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેઓએ 31 માર્ચ, 2023 પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.નહી તો1 લી એપ્રિલથી આવા પાનકાર્ડ રદ થશે.
જાણો કોને આ નિયમ લાગૂ પડશે નહી
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મે 2017માં જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોમાં રહેતી વ્યક્તિઓ, બિન-નિવાસી , 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના અગાઉના વર્ષ દરમિયાન જે લોકોએ 50 વર્ષની વય પૂર્ણ કરી છે અને એવી વ્યક્તિઓ કે જેઓ ભારતના નાગરિક નથી તેમને આ નિયમથી મૂક્ત કરાયા છે.
પાન કાર્ડ આધાર સાથે લિંક નહી હોય તો અનક મુશ્કેલીઓનો કરવો પડશે સામનો
નિષ્ક્રિય PAN નો ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. બાકી રિટર્ન પર પણ પ્રક્રિયા કરવામાં આવશે નહીં, નિષ્ક્રિય PAN ને કારણે બાકી રિફંડ પણ જારી કરવામાં આવશે નહીં. એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય પછી, ખામીયુક્ત રિટર્નના કિસ્સામાં બાકીની કાર્યવાહી પૂર્ણ કરી શકાતી નથી તેમજ કરદાતા પાસેથી ઊંચા દરે આવકવેરો વસૂલવામાં આવશે તે અલગ.