1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં થર્ટીફર્સ્ટની રાત્રે પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે, દારૂડિયાને પકડવા માટે પોલીસનો એક્સન પ્લાન

અમદાવાદમાં થર્ટીફર્સ્ટની રાત્રે પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે, દારૂડિયાને પકડવા માટે પોલીસનો એક્સન પ્લાન

0
Social Share

અમદાવાદઃ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટની ઊજવણી માટે યુવાનો થનગની રહ્યા છે. કેટલેક લોકો થર્ટીફર્સ્ટની રાત્રે મોજ-મસ્તી માટે ડ્રગ્સ કે દારૂનું સેવન પણ કરતા હોય છે. ત્યારે નશાકોર લોકોને પકડવા તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બહારગામથી શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાશે. તેમજ નશો કરેલા લોકોને પકડવા માટે પોલીસ જવાનોને બ્રીથ એનેલાઈઝર અપાયા છે.

શહેર પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ 31મી  ડિસેમ્બર માટે શહેર પોલીસે તૈયાર કરેલા એક્શન પ્લાન મુજબ તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર 200 નાકાબંધી પોઈન્ટ બનાવ્યા છે અને 24 કલાક નાકાબંધી સાથે બ્રીથ એનલાઈઝર અપાયા છે. બહારથી આવતાં વાહનોનું સઘન ચેકિંગ થશે. શહેરના  સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, એસપી રિંગરોડ, રિવરફ્રન્ટ, વસ્ત્રાપુર લેક, પ્રહલાદનગર ગાર્ડન, યુનિવર્સિટી જેવા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દીધી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, 31મી  ડિસેમ્બરે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે 1200 બોડીવોર્ન કેમેરા, 14 ટોઈંગવાન, 8 ઈન્ટરસેપ્ટર વાનની મદદ લેવાશે. દારૂ પીધેલાને પકડવા શહેર પોલીસ 700 જેટલા બ્રીથ એનલાઈઝર મશીનની મદદ લેશે. કાંકરિયા કાર્નિવલને ધ્યાને રાખી ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ તેમજ સ્થાનિક પોલીસના જવાનોને ઉતારવામાં આવ્યા છે. રસ્તા પર જો કોઈ પણ વાહન પાર્ક કરેલું દેખાશે તો તેને ટો કરી લેવાશે, 14 ટોઈંગવાન તેમને ફાળવેલા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે. આવતી-જતી યુવતી-મહિલાઓને હેરાન કરનાર રોમિયો માટે પોલીસની બાઈકર્સ ટીમ તૈનાત કરાશે. મોલ, મલ્ટિપ્લેક્સ, ગાર્ડન સહિતના જાહેર રસ્તા પર મહિલા પોલીસની શી-ટીમો તૈનાત કરાઇ છે, ઓવરસ્પીડમાં દોડતા વાહન ચલાવનારાને પોલીસ પકડશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code