- કોરોનાને લઈને અનેક રાજ્યો બન્યા સતર્ક
- આજે હોસ્પિટલોમાં મોકડ્રિલ
દિલ્હી – ચીનમાં કોરોના બાદ ભારત સરકારને અનેક મહત્વના પગલા ભર્યા છે એવી સ્થિતિમાં હવે આજે ઉત્તર પ્રદેશ અને રાજધાનિ દિલ્હી સહીતના રાજ્યોમાં ખાસ કોરોના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.આ સાથે જ કેન્દ્રની સૂચના બાદ કોરોનાને લગતી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા અને તૈયારી સુનિશ્ચિત કરવા માટે રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હોસ્પિટલોમાં આજે એક મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે.
વિતેલા દિવસને સોમવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે કોરોનાની સ્થિતિ અને તૈયારીઓને લઈને વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે માહિતી આપી હતી કે મંગળવારે દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવશે.
મોકડ્રિલ રાખવાનું ખાસ કારણ આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતા, આઇસોલેશન બેડની ક્ષમતા, ઓક્સિજન સપોર્ટેડ બેડ, ICU બેડ, વેન્ટિલેટર સપોર્ટેડ બેડ, ડોકટરો, નર્સો, પેરામેડિક્સ, આયુષ ડોકટરોની મહત્તમ ઉપલબ્ધતા જેવા પરિમાણોનું પરીક્ષણ છે.આ સહીત મોકડ્રિલ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો સહિત અન્ય ફ્રન્ટલાઈન વર્કરોની પણ માહિતી લેવામાં આવશે.
આ સાથે જ આ મોકડ્રિલ દરમિયાન ઓક્સીજન કોન્સ્ટ્રેશન સહિત ચાલુ હાલતમાં છે કે નહી તેની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત જો તેમાં કોઇ ખામી હોય તો તેને તાકિદે દુર કરવાની પણ સુચના આપી છે.દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સોમવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 કેસમાં કોઈપણ વધારાનો સામનો કરવા માટે, પથારી અને માનવબળની ઉપલબ્ધતા સહિત તેમની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે સમગ્ર દિલ્હીની હોસ્પિટલો 27 ડિસેમ્બરે એક મોક ડ્રિલ કરશે.