નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન સમાજપાદી પાર્ટીના મહિલા ધારાસભ્ય પલ્લવી પટેલને મજબુત પાર્ટી ગણાવીને તેને હરાવવા તમામ વિપક્ષી પાર્ટીઓને એક થવાની વાત કરી હતી. એટલું જ નહીં તેમણે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને માયાવતીના પણ વખાણ કર્યાં હતા.
ઉત્તર પ્રદેશની સિરાથુ વિધાનસભા બેઠકના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પલ્લવી પટેલના નિવેદનોથી વાક યુદ્ધ વધુ તીવ્ર બની શકે છે. અપના દળ-કામરાવાડી નેતા પલ્લવી પટેલે લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો છે. તેમનું નિવેદન અખિલેશ યાદવ અને વિરોધ પક્ષોને લઈને આપવામાં આવ્યું છે.
જ્યારે પલ્લવી પટેલને ભાજપ અને આગામી લોકસભાની ચૂંટણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “હું માનું છું કે તમામ પક્ષોએ પોતાના અંગત હિતોને બાજુ પર રાખીને દેશના હિતમાં સારી રાજનીતિ માટે એકસાથે આવવું જોઈએ. તૈયારી સાથે ભાજપને જડબાતોડ જવાબ આપી શકાય છે. ભેગા થયા વિના ભાજપને હરાવવાનું અશક્ય છે, હું આ કહી શકું છું.
સપાના ધારાસભ્યએ વધુમાં કહ્યું, “જો તમે તમારા વિરોધ માટે શ્રેષ્ઠ તૈયારીઓ નહીં કરો તો તમારી હાર નિશ્ચિત છે. હું માનું છું કે ભાજપ ખૂબ જ સારી રાજનીતિ સાથે કામ કરે છે. જો આપણે તેમની સામે ઊભા રહેવું હોય તો તેમની સામે આટલી મજબૂતીથી
ઉભા રહેવુ જોઈએ. તેમણે માયાવતીને ખૂબ જ ઉચ્ચ કક્ષાના નેતા ગણાવ્યા હતા.”
તેમણે વધુમાં કહ્યું, “મારો અનુભવ ઘણો ઓછો છે. પરંતુ જો મને તક મળશે અને આવી જવાબદારી આપવામાં આવશે, તો હું 100 ટકા તેમની પાસે જઈશ અને તેમની સાથે વાત કરીશ. કોંગ્રેસે પણ ફરીથી બધાની સાથે આવવું જોઈએ. કોંગ્રેસને કેમ અછૂત રાખવામાં આવશે? હું કોંગ્રેસથી પ્રભાવિત છું, કોંગ્રેસ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ પોતાને લોકો સાથે જોડવા માટે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો છે.”