પંજાબમાં આતંકવાદી હુમલાને વલઈને અલર્ટ- સરકારી કાર્યાલયો પર મંડળાઈ રહ્યું છે જોખમ
- પંજાબમાં આતંકી હુમલાને લઈને એલર્ટ
- સરકારી કાર્યાલય પર ખતરો
ચંદિગઢઃ- દેશની સરહદો પર સતત આતંકીઓની નજર રહેતી હોય છે ખાસ કરીને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો દેશની શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત પંજબામાં આતંકવાદી હુમલાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને સુરક્ષા એજન્સીઓએ એલર્ટ આપ્યું છે.
પંજાબમાં આતંકવાદી હુમાને વલઈને 2 હજારથી વધુ સેનિકો પોલીસો પણ તૈનાત કરવામાં આવ્યા છએ જેથી કરીને પરિસ્થિતિને પહોંચી વળાય.ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર પંજાબમાં ફરી એકવાર મોટા આતંકી હુમલાની યોજના ઘડી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ ગુરુવારે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે અહી પાકિસ્તાન તરફથી હંમેશની જેમ સરહદ પારથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. નવા વર્ષના દિવસે સરકારી કાર્યાલયો પર આતંકીઓની નજર હોય શકે છે.
આ સાથે જ તૈયારીઓના ભાગ રુપે અહીં પોલીસ દળને પણ 24 કલાક સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન ખાસ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું છે.
મોહાલી જિલ્લાના દરેક એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે આ સાથે જ પંજાબના ઘણા જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આતંકવાદી એલર્ટ બાદ મોહાલી પોલીસ પણ સતર્ક બની છે.
કહેવામાં આવી રહ્યું છે કે ISIના ઈશારે ઘણા આતંકી સંગઠન પંજાબમાં આતંક ફેલાવવાના ઉદ્દેશ્યથી હુમલો કરી શકે છે. એવી પણ માહિતી છે કે કોર્ટ સંકુલ ઉપરાંત ડીસી ઓફિસ, એસએસપી ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી ઓફિસોને નિશાન બનાવી શકાય છે. ઈનપુટ બાદ પંજાબમાં મુખ્ય સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારી કચેરીઓની સુરક્ષામાં 2000થી વધુ જવાન તૈનાત છે.