દિલ્હી:ઇઝરાયેલના વડાપ્રધાન તરીકે ફરીએકવાર બેન્જામિન નેતન્યાહૂ ચૂંટાઈ આવ્યા છે.તેમને આ પદ માટે ગુરુવારે જ શપથ લીધા હતા. વડાપ્રધાન પદના શપથ લેતા પહેલા તેમણે કહ્યું હતું કે તેમનો સમગ્ર ભાર આરબ-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા પર રહેશે. આમ,તેમણે ઈઝરાયેલમાં પોતાની છઠ્ઠી વખત સરકાર બનાવી છે.
બેન્જામિન નેતન્યાહૂ પીએમ મોદીના ખાસ મિત્ર છે. પ્રોટોકોલથી આગળ વધીને તેમણે પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમણે તે દિવસને ઐતિહાસિક પણ ગણાવ્યો હતો. 73 વર્ષીય નેતન્યાહુ વર્ષ 1996માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા.જે બાદ બેન્જામિન નેતન્યાહૂ 2009 થી 2021 સુધી વડાપ્રધાન રહી ચુક્યા છે.તેમણે કહ્યું છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવો તેમના મુખ્ય કાર્યોમાંથી એક છે.આ સિવાય તે ઈઝરાયેલની સૈન્ય ક્ષમતા પણ વધારવા માંગે છે. તેમની સરકારને ઈઝરાયેલના ઈતિહાસમાં સૌથી વધુ જમણેરી અને ધાર્મિક માનવામાં આવે છે.
બેન્જામિનનો જન્મ વર્ષ 1949માં જાફામાં થયો હતો.તેની માતા ઈઝરાયેલની છે જ્યારે તેના પિતા પોલેન્ડના છે.તેમનું બાળપણ જેરુસલેમમાં વીત્યું હતું.તે અમેરિકા ભણવા ગયા હતા.નેતન્યાહુ 1967માં ઇઝરાયેલી સેનામાં જોડાયા અને તરત જ એલિટ કમાન્ડો બની ગયા. 1973ના આરબ-ઈઝરાયેલ યુદ્ધ દરમિયાન તેઓ કેપ્ટનની ભૂમિકામાં હતા.1982 માં, નેતન્યાહૂએ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયેલી એમ્બેસીમાં ડેપ્યુટી એમ્બેસેડર તરીકે પણ સેવા આપી હતી.