કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ રેગ્યુલર અભ્યાસ સાથે આંબેડકર યુનિ.ની ડિગ્રી પણ મેળવી શકશે
અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને લાભદાયી નિવડશે. વિદ્યાર્થી રેગ્યુલર અભ્યાસની સાથે ઓપન યુનિ.નો અભ્યાસ કરીને એક સાથે બે ડિગ્રી મેળવી શકશે. એક સાથે બે ડિગ્રીની સુવિધાથી વિદ્યાર્થીઓમાં સમયનો બચાવ થશે, સાથે નોકરીમાં પણ મદદરૂપ થશે. ઉપરાંત એન્જિનિયરિંગ જેવી સ્ટ્રીમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી બીએસસીની ડિગ્રી પણ મેળવી શકશે. વિદ્યાર્થીને નોકરી દરમિયાન બાયોડેટામાં વેરાઇટી જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)માં નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી મેળવી શકશે. વિદ્યાર્થીઓ હાલમાં ચાલુ પોતાના અભ્યાસક્રમની સાથે ડો. આંબેડર યુનિ.માંથી અન્ય ડિગ્રી પણ મેળવી શકશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ફૂલ ટાઇમ ડિગ્રીની સાથે એક ઓનલાઇન કે ડિસ્ટન્સિંગ લર્નિંગ દ્વારા અન્ય ડિગ્રી મેળવી શકે તેવી સુવિધા વધારાઇ છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિક શિક્ષણથી લઇને હાયર શિક્ષણમાં તબક્કાવાર ફેરફાર કરાઇ રહ્યા છે. નવી શિક્ષણ નીતિમાં અભ્યાસને સ્કિલ આધારીત તૈયાર કરાશે, જેથી વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે સ્કિલનો પણ લાભ મળશે. જેને ધ્યાને લઇને ડો.બાબા સાહેબ આંબેડકરમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે નવો વિકલ્પ અપાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એક સાથે બે ડિગ્રીની સુવિધાથી વિદ્યાર્થીઓમાં સમયનો બચાવ થશે, સાથે નોકરીમાં પણ મદદરૂપ થશે. ઉપરાંત એન્જિનિયરિંગ જેવી સ્ટ્રીમમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી બીએસસીની ડિગ્રી પણ મેળવી શકશે. વિદ્યાર્થીને નોકરી દરમિયાન બાયોડેટામાં વેરાઇટી જોવા મળશે. ડો. આબેડકર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા વગેરે અભ્યાસક્રમમાં 33થી વધુ કોર્સ ચાલે છે. વિદ્યાર્થીઓને આ તમામ કોર્સમાં ડબલ ડિગ્રી મેળવવા માટેની તક મળશે. આ સાથે બીસીએ, બીબીએ સહિતના પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પણ વિદ્યાર્થી જોડાઇ શકશે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થી કેન્દ્રીત છે. વિદ્યાર્થીઓની શક્તિ અને સંભાવનાને નવી નીતિમાં સ્થાન મળશે. વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી મેળવીને પોતાના ભવિષ્યમાં અવસરો વધારી શકશે.