કફ સિરપના વિવાદ બાદ હવે ઉત્તરપ્રદેશ એલર્ટ – તમામ જગ્યાએથી સેમ્પલની કરાશે તપાસ, સતત નજર રાખવાની સૂચના અપાઈ
- ઉત્તરપ્રદેશ કફ સિરપને લઈને એલર્ટ
- સેમ્પલની કરાશે તપાસ
લખનૌઃ- ભારતની કફ સિપરને લઈને વિદેશમાં અનેક સવાલો ઉઠ્યા છે, ઉઝબેકિસ્તાનમાં આ સિપરથી 18 બાળકોના મોત બાદ વિવાદ વકર્યો છે ત્યારે ભારતની મેરિયન બાયોટેક ફાર્માએ તેનું પ્રોડક્શન પણ બંધ કરી દીધું છે. આ સાથે જ આ મામલે સરકાર તપાસ કરી રહી છે. ત્યારે હવે ભારતમાં નિર્મિત કફ સિરપ પર અનેક સવાલો ઉઠ્યા બાદ હવે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આ સિરપને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉત્તરપ્રેદશમાં આ સાથે જ તમામ દવા નિરીક્ષકોને કફ સિરપ પર સતત તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લાના જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ પાસેથી નિયમ મુજબ કફ સિરપના સેમ્પલ લેવામાં આવશે જેથી કરીને કોઈપણ કંપનીનું કપ સિરપ ધોરણ મુજબનું ન હોય તો તેને સુધારવા માટેના પગલા લઈ શકાય.
ગેમ્બિયા બાદ ઉઝબેકિસ્તાને ભારતમાં બનેલા કફ સિરપ પર શંકા વ્યક્ત કરી છે. આ સિરપ ગાઝિયાબાદથી બનાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. કારણ કે શિયાળાની સિઝનમાં અલગ-અલગ કંપનીના કફ સિરપનું સેવન વધી ગયું છે. આવી સ્થિતિમાં, એફએસડીએના ડેપ્યુટી કમિશનર એકે જૈને તમામ ડ્રગ ઇન્સ્પેક્ટરોને દરેક સ્તરે મોનિટરિંગ રાખવા સૂચના આપી છે.
દવાની સોપ અને મેડિકલમાંથી દવાઓથી થશે તપાસ
આ સાથે જ તપાસ દરમિયાન જો કોઈપણ બેચ નંબર સબસ્ટાન્ડર્ડ ગણવામાં આવશે, તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ડેપ્યુટી કમિશનરે દુકાનદારોને જથ્થાબંધ દુકાનોમાંથી કફ સિરપ લેતી વખતે બિલ વાઉચર યોગ્ય રાખવાની અપીલ કરી છે. છૂટક દુકાન પર બિલ વગર રાખવામાં આવેલી દવા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.