શિયાળામાં તમારા નખ વારંવાર તૂટી જાય છે, તો જોઈલો આ ટ્રિક અને નખને તૂટતા અટકાવો
શિયાળાની ઋતુમાં ઘણા લોકોને નખ વારંવાર તૂટવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. શિયાળામાં નખ રફ થઈ જાય છે. આસપાસની ત્વચા ફાટવા લાગે છે. ક્યારેક નેઇલની મધ્યમાં ક્રેક પણ દેખાય તો ક્યારેક શુષ્ક ત્વચામાં લોહી પણ નીકળે છે. આ સમસ્યાઓથી બચવા માટે શિયાળામાં નખ કેમ તૂટે છે અને આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય તેની ટિપ્સ જોઈએ
જો તમારા નખ વારંવાર તૂટે છે, તો તેને સમય સમય પર શેપ આપી કટ કરીલો ,નખને સારી રીતે રાખવા માટે ફાઇલિંગ જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો નખ ખરબચડા થઈ જાય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે સ્નાન કર્યા પછી તરત જ નખ ફાઈલ ન કરો. તેનાથીનખ તૂટી જશે. શિયાળામાં નખ સાફ રાખવા પણ જરૂરી છે.
જો તમે શિયાળામાં તમારા નખ તૂટવાથી બચવા માંગતા હોવ તો તેને ગરમ પાણીથી બચાવવા જોઈએ પરંતુ ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી જ ન્હાતા હોય છે, તો પછી ગરમ પાણીના સંપર્કમાં આવતા નખને કેવી રીતે બચાવી શકાય? પરંતુ સ્નાન કરતા પહેલા તમે તમારા નખને તેલથી માલિશ કરી શકો છો. મસાજ માટે બદામ અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરો. આનાથી નખ ઝડપથી તૂટશે નહીં અને મજબૂત બનશે.
શિયાળામાં હેન્ડ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો શિયાળામાં ચહેરા પર ક્રીમ લગાવે છે પરંતુ હાથની કાળજી લેવાનું ભૂલી જાય છે, જેના કારણે નખ નબળા પડી જાય છે અને ઝડપથી તૂટી જાય છે. રોજ રાત્રે હાથ સાફ કર્યા પછી તેના પર હેન્ડ ક્રીમ લગાવવી જોઈએ. જો તમે ઈચ્છો તો પેટ્રોલિયમ જેલીનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય ઠંડીના દિવસોમાં ક્યુટિકલ ઓઈલનો પણ ઉપયોગ કરી શકાય છે.