અહીં આવેલું છે એક એવું ગામ કે જ્યાંના મોટાભાગના લોકોના ઘરનો રંગ હોય છે કાળો, જાણો શું છે તેના પાછળનું કારણ
કાળા રંગને લોકો સામાન્ય રીતે અશુભ માનતા હોય છે, લગ્ન પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગ કાળો રંગ અથવા તો કાળા જેવો લાગતો રંગ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારે ભારત દેશના છત્તીસગઢના જશપુર જીલ્લામાં એક ગામ આવેલું છે જ્યાં આજે પણ કાળા રંગને શુભ માનવામાં આવે છે.
આ ગામ મોટે ભાગે આદીવાસી લોકોની વસ્તી ધરાવે છે, આ ગામ અને શહેરમાં કાળા કલરના ઘરો જોવા મળે છે, કદાચ તમને જાણીને નવાઈ લાગશે, કે ઘર અને તે પણ કાળા રંગના છે. અહીં તમને સરળ ઘરની દિવાલો કાળા રંગની અને ઘરના ફર્શ પર કાળા રંગના જોવા મળી જાય છે.
વાર તહેવારોમાં ગામમાં કાળા રંગથી ઘરને સજાવવામાં આવે છે, દિવાળી જેવા તહેવારોમાં પણ અહી કાળા રંગને ખાસ મહત્વ આપવામાં આવે છે, એટલા માટે કેટલાક ગ્રામીણ પૈરાવટ સળગાવીને કાળો રંગ તૈયાર કરે છે ત્યાર પહેલાના સમયમાં જ્યારે કાળો રંગ નહોતો ત્યારે લોકો ટાયર બાળીને રંગ કાળો કરતા હતા તો કુદરતી રીતે કાળી માટીથી ઘરનું લીપણ કરીને ઘરની છતને કાળી કરતા હતા છેવટે ઘરની દિવાલો તો કાળા રંગથી જ શોભાવવામાં આવે છેં.
હવે સવાલ એ થાય છે કે તમામ લોકો કાળા રંગને શા માટે આટલું મહત્વ આપે છે, તો આપને જણાવીએ કે આ કાળા રંગથી અહીના સમાજના લોકો એકરુપતા દર્શાવવા માટે તમામ ઘરની દિવાલો કાળશા રંગથી રંગે છે. આજે પણ વિસ્તારમાં તમે જાઓ છો અને જો તમને કાળા રંગનું મકાન મળી આવે તો આખં બંધ કરીને જાણી લેજો કે આ ઘર આદીવાસી સમાજના લોકોનું છે. આ સમાજ આઘરિયા આદીવાસી સમાજ છે.
આદિવાસી સમાજના લોકો એકરૂપતા દર્શાવવા માટે ઘરને કાળા રંગથી રંગવાનું શરૂ કરી દીધું હતું. આ રંગ તે સમયથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે જ્યારે આદિવાસી લોકો ઝગમગાટથી દૂર રહેતાં હતાં. ઘરને રંગવા માટે તે સમયે માત્ર કાળી માટી ઉપલબ્ધ રહેતી અને તેનાથી રંગ કરી લેવામાં આવતો હતો. આજે પણ ગામમાં કાળો રંગ જોઇને જાણી શકાય છે કે આ કોઇ આદિવાસીનું મકાન છે. કાળા રંગથી એકરૂપતા જોવા મળે છે.
કાળા રંગથી રંગાયેલા ઘરમાં દિવસે પણ એટલું જ અંધારું હોય છે કે કયાં રૂમમાં શું પડ્યું છે તેના વિશે માત્ર ઘરના સભ્યોને જ ખબર હોય છે. ઉલ્લેખનીય છે કે આદિવાસી લોકોના ઘરમાં બારીઓ ઓછી હોય છે. નાના-નાના રોશનદાન હોય છે. આ પ્રકારના ઘરમાં ચોરી થવાનું જોખમ ઓછું હોય છે.
આ સાથે જ કાળા રંગની એક વિશેષતા એ પણ હતી કે દરેક પ્રકારની ઋતુમાં કાળા રંગની માટીની દિવાલ આરામદાયક હોતી. આટલું જ નહીં આદિવાસી દિવાલો પર કેટલીય કલાકૃતિઓ પણ બનાવતાં હતા. તેના માટે પણ દિવાલ પર કાળો રંગ કરવામાં આવતો હતો.