1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે 161 ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી
ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે 161 ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી

ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે 161 ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી

0
Social Share

અમદાવાદઃ રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રોના માધ્યમથી રાજકોટ જિલ્લાના ખીરસરા સ્થિત ઔદ્યોગિક વસાહત ખાતે 161ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી રાજ્ય ઉદ્યોગમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 8 ડ્રો મારફતે 1776 ઉદ્યોગોને ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી કરી પારદર્શકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત જી-20ના પ્રમુખ સ્થાને છે. આ સંગઠન વિશ્વના જીડીપીમાં 85 ટકાથી વધુ આર્થિક યોગદાન આપી રહ્યું છે, એવામાં ગુજરાતના ઉદ્યોગો પણ ભારતના જીડીપીમાં 1 ટ્રિલિયન ડોલર જેટલું યોગદાન આપે એ માટે રાજ્ય સરકારનો પ્રયત્ન રહ્યો છે.

મંત્રીએ કહ્યું કે, ખીરસરા ઔદ્યોગિક વસાહત ખાતે ડ્રોમાં સમાવિષ્ટ એમ.એસ.એમ.ઇ. પ્રકારના કુલ 161 પ્લૉટ માટે 558 ઓનલાઇન અરજીઓ સરકારને મળી હતી. માત્ર 21 દિવસમાં ખીરસરા ખાતેના ઔદ્યોગિક પ્લૉટની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2022-23 માટે આ પ્લૉટનો ફાળવણી દર રૂ. 4160 પ્રતિ ચો.મી. રાખવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં વર્ષ 2023માં નાના અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થાય તેવી રીતે કામગીરી કરાશે. રાજ્ય સરકારે હરહંમેશ વેપારી એસોસિયેશનની માંગણીઓ અને ફરિયાદો પ્રત્યે ધ્યાન આપ્યું છે. આ માટે ચાર ઝોન મુજબ જિલ્લાવાર ઉદ્યોગ સાહસિકોના પ્રશ્નોના સ્થળ પર જ નિરાકરણ આવે તેવી સિસ્ટમ વિકાસાવવામાં આવશે. વધુમાં, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકારને શ્રમ અને રોજગાર વિભાગનો સહકાર પણ પ્રાપ્ત થયો છે. આ વિભાગના  માધ્યમથી ઉદ્યોગો માટે જરૂરી માનવ શ્રમ અને કૌશલ્ય સ્થાનિક કક્ષાએથી જ પૂરા પાડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code