અમદાવાદમાં કિંગખાનની ફિલ્મ પઠાણના પ્રમોશન દરમિયાન વિહીપ અને બજરંગદળ દ્રારા ભારે વિરોધ – પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા
- ફિલ્મ પઠાણનો ભારે વિરોધ
- અમદાવાદમાં પ્રમોશન દરમિયાન પોસ્ટર ફાડવામાં આવ્યા
- વિહિપ અને બજરંગદળે નોંધાવ્યો વિરોધ
અમદાવાદઃ- શાહરુખ ખાનની ફઇલ્મ પઠાણ છેલ્લા કેટલાક સમયથી વિવાજના વંટોળમાં ફસાય છે રિલીધ પહેલા જ આ ફિલ્મનો ભારે વિરોધ થઈ રહ્યો છએ તેવી સ્થિતિમાં હવે અમદાવાદમાં પણ આ ફઇલ્મનો વિરોધ નોંધાયો હતો વિતેલી રાતેર બજરંગ દળ તથા વિશઅવ હિન્દુ પરિષદના લોકોએ ફિલ્મના પોસ્ટરો ફાડીને ફિલ્મનો વિરોધ કર્યો હતો.
જાણકારી પ્રમાણે બજરંગ દળના કેટલાક કાર્યકરો એક મોલમાં ઘૂસી ગયા અને અહીંના થિયેટરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન કાર્યકરોએ ફિલ્મ પઠાણના પોસ્ટર પણ ફાડી નાખ્યા હતા. તેણે ફિલ્મ રિલીઝ ન કરવાની ધમકી પણ આપી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદના આલ્ફા વન મોલમાં સ્થિત મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ ‘પઠાણ’ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મોલમાં વિરોધ કરી રહેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં તેઓને મુક્ત કરવામાં આવ્યો હતો.
VHPએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં બજરંગ દળના કાર્યકર્તાઓ મોલમાં સૂત્રોચ્ચાર કરતા અને પોસ્ટર ફાડતા જોઈ શકાય છે ‘પઠાણ’ ગીત પર થયેલા વિવાદ બાદ VHPએ ધમકી આપી હતી કે ગુજરાતમાં ફિલ્મના સ્ક્રીનિંગને ક્યાંય મંજૂરી આપવામાં આવશે નહીં.VHPના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે અમે કોઈપણ કિંમતે ‘પઠાણ’નું ગુજરાતમાં સ્ક્રીનિંગ થવા દઈશું નહીં.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ પઠાણના ગીત ‘બેશરમ રંગ’નો વિરોધ થઈ રહ્યો છે, જેમાં દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન સાથે ઓરેન્જ બિકીનીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે જેને કારણે આ રંગ વિવાદનો રંગ બન્યો છે દેશભરના ઘણા રાજ્યમાં આ બાબતે વિરોધ નોંધાયો છે.ત્યારે હવે જોવું રહ્યું કે વિરોધના વંટોળમાં ફસાયેલી ફિલ્મ રિલીઝ થશે તો હીટ જશે કે વિરોધની અસર બોક્સ ઓફીસ પર જોવા મળશે, જો કે તેની સામે એક બીજો વર્ગ એવો પણ છે જે એસઆરકેનો મોટો ચાહક વર્ગ છે જે આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યો છે.