બનાસકાંઠાના કટાવધામ મંદિર ખાતે વિશ્વશાંતિ માટે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન
ડીસાઃ બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ કટાવધામ મંદિર ખાતે ત્રિદિવસીય શ્રીવિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ.પૂ સંતશ્રી ખાખીજી મહારાજની 113મી પુષ્ણતિથી નિમિત્તે 72 કલાકની અખંડ રામધૂનની સાથે નવનિર્મિત જાનકી ભોજનાલયમાં પ્રભુ પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
આવતીકાલે શનિવારે સવારે 8.30 કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે. આ ઉપરાંત સાયંપૂજન, થાળ અને આરતી સાંજના 6 કલાકે થશે. પોષ વદ-1 શનિવારે સવારે 9 કાલે 72 કલાકની અખંડ રામધૂનની શરૂઆત થશે. નવનિર્મિત ભોજનાલયમાં સંતોની ઉપસ્થિતિમાં 10 કલાકે પ્રભુ પ્રસાદનો પ્રારંભ થશે. રાતના 8 વાગે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સવારે 8.30 કલાકે મહાયજ્ઞ પ્રારંભ, પ્રાર્થના તથા સાંજના છ કલાકે સાયંપૂજન, થાળ અને આરતી કરવામાં આવશે. રાતના 8 વાગે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે સવારે મહાયજ્ઞ પ્રારંભ પ્રાર્થના, બપોરના સમયે મહાયજ્ઞ પૂર્ણાહૂતી ક્ષમાયાચના સાયંપૂજન, થાળ અને આરતી કરવામાં આવશે.