આતંકવાદી જાહેર કરનાયેલા મીરની જાણો કર્મકુંડળી, ટાર્ગેટ કિલિંગને ઘટનોનો છે મુખ્ય સુત્રધાર
નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે મોદી સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ત્રાસવાદી અરબાઝ અહમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ફરમાન ઉપર કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ સહિતના ગુનાઓને અંજામ આપીને લોહીની નદીઓ વહેડાવતા મીર અનેક ગુનામાં વોન્ડેટ છે. સરકાર ઘાટીમાં આતંકવાદને સાફ કરીને શાંતિ સ્થાપવા માંગે છે પરંતુ પાકિસ્તાન મીર જેવા કટ્ટરવાદીઓના સહારે શાંતિમાં ભંગ પાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
સુત્રોના જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં હિન્દુઓની ટાર્ગેટ કિલીંગ ઘટનાને પગલે સરકારે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં જૈશ-એ-મોહમ્મદના ગુનેગાર અરબાઝ અહમદ મીરને આતંકવાદી જાહેર કર્યો હતો. આ સિવાય સરકારે જૈશના પ્રોક્સી સંગઠન PAFF પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અગાઉ, સરકારે TRF પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. મીર જમ્મુ અને કાશ્મીરનો વતની છે અને તે સ્થળથી સારી રીતે વાકેફ છે. ખીણમાં મીર ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપી રહ્યો છે. રજની બાલાની હત્યામાં તે મુખ્ય કાવતરાખોર હતો. અરબાઝ અહમદ પીરને આતંકવાદીઓ માટે સ્વર્ગ મનાતા પાકિસ્તાનમાં આકા બેઠા-બેઠા આદેશ કરે છે. એટલું જ નહીં સરહદ પારથી ગેરકાયદેસર હથિયાર અને દારૂગોળો સપ્લાય કરવો પણ તેના મુખ્ય કાર્યોમાંનું એક છે.
ભારત સરકારે જૈશ આતંકવાદી અરબાઝ અહેમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. મીર ઘાટીમાં આતંક ફેલાવીને નિર્દોશ બિનકાશ્મીરીઓ અને હિન્દુઓની હત્યાની ઘટનાને અજામ આપે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન વચ્ચે મીચ કનેકશનનું કામ કામ કરે છે. સરહદ પારથી ગેરકાયદેસર શસ્ત્રો અથવા દારૂગોળો અથવા વિસ્ફોટકોનું પરિવહન કરીને આતંકવાદીઓને સપ્લાય કરે છે. કેન્દ્ર સરકાર માને છે કે મીર આતંકવાદમાં સામેલ છે. આ આતંકવાદી હાલ પાકિસ્તાનમાં જ છુપાયેલો હોવાનું મનાઈ રહ્યું છે.