જોશીમઠ સંકટથી અસરગ્રસ્ત લોકોની મદદે આવ્યા બાબારામદેવ – રાહત સામગ્રી મોકલાવી
- બાબારામ દેવ જદોશીમઠ ઘટનાથી પ્રભાવિત લોકોની મદદે
- ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાવી
ઉત્તરાખંડનું પ્રખ્યાત શહેર જોશીમઠ હાલ ચર્ચાનો વિષએય બન્યું છે, સંકેડો ઘરના લોકોની હાલથ કથળી છે,ઘરમાં તિરાડ પડવાના કારણે ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે સરકાર સતત ઘર ખાલી કરાવી લોકોને રાહત શિબિરોમાં આશરો આપી રહી છે.જેના કારણે અનેક લોકો ઘરથી બેઘર બન્યા છે ત્યારે બાબારામદેવ જોશીમઠના લોકોની મદદે આવ્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે યોગ ગુરુ બાબા રામદેવ હવે જોશીમઠમાં પીડિત પરિવારો માટે મદદનો હાથ લંબાવ્યો છે. કંખલના દિવ્ય યોગ મંદિરથી રામદેવ બાબતે રાહત સામગ્રીથી ભરેલી બે ટ્રકને જોશીમઠમાટે રવાના કરી છે. જોશીમઠમાં અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે પતંજલિ યોગપીઠ દ્વારા બે હજાર ધાબળા મોકલવામાં આવ્યા છે. જેના કારણે ઘરથી બેઘધર લોકો કાતિલ ઠંડીમાં રાહત મેળવી શકે.
માત્ર ઓઢવા માટે ઢાબળા જ નહી પરંતુ બેઘર બનેલા લોકોના ખાવા પીવાનો પણ બાબા રામદેવે વિચાર કર્યો છે. તેમણે રાશન સામગ્રી પણ મોકલવી છે. રાહત સામગ્રી મોકલ્યા બાદ મીડિયા સાથે વાત કરતા બાબા રામદેવે કહ્યું કે પતંજલિ યોગપીઠ કુદરતી આફતના પીડિતોની મદદ કરવા તૈયાર છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે આવતી કાલે બુધવારે આચાર્ય બાલકૃષ્ણ જોશીમઠ પહોંચશે અને લોકોમાં રાહત સામગ્રીનું વિતરણ કરશે.