કોહલી-રોહિતની જોરદાર ઇનિંગથી ભારત જીત્યું,પ્રથમ વનડેમાં શ્રીલંકાને આ રીતે હરાવ્યું
મુંબઈ:સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડેમાં શ્રીલંકાને 67 રનથી હરાવ્યું હતું.ટીમ ઈન્ડિયા હવે 3 વનડે સીરીઝમાં 1-0થી આગળ છે.આ વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા તેની તૈયારીઓમાં વ્યસ્ત છે.ભારતે આ મેચમાં શ્રીલંકાને 373 રનનો ટાર્ગેટ આપ્યો હતો જ્યારે શ્રીલંકાની ટીમ માત્ર 306 રન જ બનાવી શકી હતી.
શ્રીલંકા સામેની ટી-20 સીરીઝમાં બ્રેક લેનાર વિરાટ કોહલીએ વનડે સીરીઝમાંથી વાપસી કરી છે. વિરાટે કહ્યું કે,તે વનડે વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.વિરાટે માત્ર 87 બોલમાં 113 રનની ઇનિંગ રમી જેમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી.વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા માટે પણ આ મેચ ઘણી સારી રહી.
રોહિત શર્માએ 83 રનની ઇનિંગ રમી અને શાનદાર ટચમાં દેખાયો.રોહિત શર્માએ પ્રથમ ઓવરથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું અને શ્રીલંકાના બોલરોને ફટકાર્યા હતા.રોહિત શર્મા પણ લાંબા સમયથી મોટી ઇનિંગની રાહ જોઈ રહ્યો છે, અહીં તેણે જોરદાર બેટિંગ કરી પરંતુ તે તેની 30મી શતક ચૂકી ગયો.
રોહિત સાથે ઓપનિંગ કરવા આવેલા શુભમન ગિલે પણ 70 રનની ઈનિંગ રમી અને ODI ટીમમાં પોતાની હાજરી નિશ્ચિતપણે જણાવી.મેચ પહેલા સવાલો ઉઠી રહ્યા હતા કે ઈશાન કિશનને આ મેચમાં તક મળવી જોઈતી હતી, જેણે પોતાની છેલ્લી મેચમાં બેવડી સદી ફટકારી હતી.પરંતુ ટીમે શુભમન ગિલને તક આપવાનું નક્કી કર્યું અને તે તેના પર ખરો ઉતર્યો.
ભારત-શ્રીલંકા વનડે સીરીઝ
1લી ODI – ભારત 67 રને જીત્યું
બીજી ODI – 12 જાન્યુઆરી (કોલકાતા)
ત્રીજી ODI – 15 જાન્યુઆરી (તિરુવનંતપુરમ)