CBI એક્શન મોડમાં – ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારના મામલે 50થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા
- સીબીઆઈ એક્શન મોડમાં
- ભ્રષ્ટાચાર મામલે 50થી વધુ સ્થળોએ દરોડા
દિલ્હીઃ- સીબીઆઈ દેશમાં ભ્રષ્ટાચાર સામે સતત એક્શન લેતી હોય છએ ત્યારે આજરોજ ફરી સીબીઆઈ દ્રાર 50થી વઝધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, દિલ્હીથી પંજાબ સુધી સીબીઆઈએ કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ કાર્યવાહી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં કથિત કૌભાંડ સંબંધિત કેસમાં કરાઈ છે, CBI દિલ્હી, હરિયાણા, પંજાબથી લઈને અનેક રાજ્યોમાં 50 થી વધુ સ્થળોએ દરોડા પાડી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સહિત અનાજ મિલોના માલિકોની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ સહીત મળતી જાણકારી પ્રમાણે આ કેસમાં FCIના એક અધિકારીની ધરપકડ પણ કરવામાં આવી હતી. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, આ કેસમાં રાજ્ય સરકારોની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.ગુણવત્તા ખરાબ હોવા છંત્તા અનાજને સારી ગુણવત્તા જાહેર કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અધિકારીએ કહ્યું કે એફસીઆઈમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે ટેક્નિકલ સહાયકોની ભૂમિકા એજન્સીના સ્કેનર હેઠળ છે. તેમણે કહ્યું કે FCIમાં ડેપ્યુટી જનરલ મેનેજરની 50,000 રૂપિયાની લાંચ લેતા પકડાયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. પંજાબ અને હરિયાણાના ઘણા શહેરોની સાથે દિલ્હીમાં પણ બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનએ FCI માં ‘ભ્રષ્ટાચારની સાંઠગાંઠ’ સામે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં અનાજની ખરીદી, સંગ્રહ અને વિતરણ સાથે સંકળાયેલા અધિકારીઓ, રાઈસ મિલ માલિકો, અનાજના વેપારીઓ વગેરે સામેલ છે.