હરિયાણાના અંબાલા સ્થિત એરફોર્સ સ્ટેશનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા શંકાસ્પદ યુવાન ઝડપાયો
- એરફોર્સ ઉપર રાફેલ વિમાન તૈનાત
- સીસીટીવી કેમેરામાં યુવાન થયો કેસ
- પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી
નવી દિલ્હીઃ હરિયાણાના અંબાલામાં કેન્ટ એરફોર્સ સ્ટેશન ઘુસવાનો પ્રયાસ કરતા યુવાનને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લઈને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આ યુવાનની પુછપરછ આરંભી છે. યુવાન પાસેથી શંકાસ્પદ કંઈ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંબાલા કેન્ટ એરફોર્સ સ્ટેશનની દિવાસ કુદીને એક શખ્સ ઘુસવાનો પ્રયાસ કરતો હતો. એરફોર્સ ખાતે રાફેલ વિમાન તૈનાત કરવામાં આવ્યું હોવાથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન સીસીટીવી કેમેરામાં એક શખ્સ દિવાલ કુદીને ઘુસવાનો પ્રયાસ કરતા કેદ થતા સુરક્ષા જવાનો ચોંકી હતા. તેમજ તાત્કાલિક સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં યુવાનનું રામુ અને ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓએ યુવાનને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ યુવાન કેમ અંદર ઘુસવાનો પ્રયાસ કરતો હતો તે અંગે પણ તપાસ શરૂ કરી છે.