આજથી ઓડિશામાં હોકી વર્લ્ડ કપનો આરંભ – વિશ્વના 16 દેશો વચ્ચે ૧7 દિવસ ચાલશે રસાકસીની ટક્કર
- આજથી હોકી વર્લ્ડ કપનો આરંભ
- 16 દેશો વચ્ચે થશે કાટાની ટક્કર
દિલ્હીઃ- મેન્સ હોકી વર્લ્ડ કપ 2023 ની આજથી એટલે કે 13 જાન્યુઆરીથી શરુઆત થઈ આજથી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રિયો 2016 ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાના દક્ષિણ આફ્રિકા સામે થવાની છે, વિતેલા દિવસે બુધવારે કટકના બારાબતી સ્ટેડિયમમાં આ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં બોલિવૂડ જગતની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સતત બીજી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે 2018માં પણ આ વર્લ્ડ કપ ભારતમાં રમાયો હતો. આ વર્ષે આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે.આ મેચ 17 દિવસ સુધી ચાલનાર છે.
આ વર્લ્ડ કપમાં કુલ 44 મેચો રમાશે અને આ મેચો બે જગ્યાએ રમાશે. રાઉરકેલાનું બિરસા મુંડા અને ભુવનેશ્વરનું કલિંગા સ્ટેડિયમ આ મેચોનું આયોજન કરશે. દરેક ગ્રુપની દરેક ટીમ ત્રણ મેચ રમશે. જે ટીમ પ્રથમ સ્થાને રહેશે તે સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે
આ સહીત બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો ક્રોસઓવર મેચ રમશે, વિજેતા ટીમ આગળના રાઉન્ડમાં જશે. ક્વાર્ટર ફાઈનલમાંથી ચાર ટીમો સેમીફાઈનલ રમશે અને પછી અહીંથી રવાના થઈને બે ટીમો 29 જાન્યુઆરીએ ફાઈનલ રમશે.
આ 16 ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, આર્જેન્ટિના પૂલ-એમાં છે. પૂલ બીની વાત કરવામાં આવે તો તેમાં બેલ્જિયમ, જાપાન, કોરિયા, જર્મનીની ટીમો છે. નેધરલેન્ડ, ચિલી, મલેશિયા, ન્યુઝીલેન્ડને પૂલ-સીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ભારતને વેલ્સ, સ્પેન અને ઈંગ્લેન્ડની સાથે પૂલ ડીમાં રાખવામાં આવ્યું છે.
આજે પહેલા દિવસે 13 જાન્યુઆરીએ ચાર મેચ રમાશે. દિવસની પ્રથમ મેચ ગ્રુપ-Aની હશે જેમાં આર્જેન્ટિનાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. બીજી મેચમાં આ જ ગ્રુપની અન્ય બે ટીમો ટકરાશે. આક્રમક રમત માટે પ્રખ્યાત ઓસ્ટ્રેલિયાનો સામનો ફ્રાન્સની ટીમ સાથે થશે. ગ્રુપ-ડીની મજબૂત ટીમોમાંની એક ઈંગ્લેન્ડની સામે વેલ્સ ટીમ હશે, જે પ્રથમ વખત હોકી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે.