UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા
સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. જેમાં મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ, જૈશ-એ-મહંમદના સ્થાપક મસૂદ અઝહર, 1993માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો કાવતરાખોર દાઉદ ઈબ્રાહીમનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની ધરતી ઉપર મોટી સંખ્યામાં આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યાં છે એટલું જ નહીં આ આતંકવાદીઓને પાકસ્તાન આશરો આપી રહ્યું છે, એટલું જ નહીં પાકિસ્તાન તેમને કેટલીક મદદ પણ પુરી પાડી રહ્યું છે. મોટાભાગના આતંકવાદી પાક્સિતાનમાં હોવાના પુરાવા ભારતે અનેકવાર દુનિયા સમક્ષ મુક્યાં છે. પરંતુ દર વર્ષે પાકિસ્તાનનું હમદર્દ ચીન આ આતંકવાદીઓ અને તેમના આકા પાકિસ્તાનને છાવરતુ આવ્યું છે, બીજી તરફ પાકિસ્તાન પણ પોતે આતંકવાદથી પીડિત હોવાનો દાવો કરતો આવ્યું છે. ભારત જ નહીં દુનિયાના તમામ દેશો જાણે છે કે, આતંકવાદીઓનું ઘર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. યુએનની કાઉન્ટર ટેરરિઝમ કમિટીને સંબોધિત કરતા અગાઉ ભારતે કહ્યું હતું કે, આતંકવાદનું કેન્દ્ર બની ચુકેલુ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને તમામ મદદ પુરી પાડી રહ્યું છે. ચીન અત્યાર સુધી પાકિસ્તાનને મદદ પુરી પાડતું આવ્યું છે પરંતુ હવે ચાઈનાનું પણ વલણ પણ નરમ પડ્યું છે અને હવે આતંકવાદ સામે કાર્યવાહીની વાત કરી રહ્યું છે.
પોતે આતંકવાદથી પીડિત દોવાનો લુલો બચાવ કરતુ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને દુનિયાના વિવિધ દેશો પાસેથી મદદની આશા રાખી રહ્યું છે પરંતુ પાકિસ્તાનનો અસલી ચહેરો જામી ચુકેલા દુનિયાના અનેક દેશો પાકિસ્તાનથી અંતર રાખી રહ્યાં છે. એટલું જ નહીં અનેક ઈસ્લામિક દેશો પણ પાકિસ્તાનને સમર્થન આપવાનું ટાળી રહ્યાં છે. બીજી તરફ ભારતનું કદ દુનિયામાં વધ્યું છે એટલું જ નહીં આતંકવાદ, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતના મહત્વના મુદ્દા ઉપર ભારતના વલણને સમર્થન આપી રહ્યાં છે.