પીએમ મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે – અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે
- પીએમ મોદી આજે કર્ણાટક અને મહારાષ્ટ્રની આજે મુલાકાત લેશે
- અનેક યોજનાઓનું કરશે લોકાર્પણ
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારના રોજ કર્ણાટક અને મહારાષ્ટ્રની મુલાકાત લેનાર છે. આ દરમિયાન પીએમ મોદી બંને રાજ્યોમાં લગભગ 49,600 કરોડ રૂપિયાના અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
જાણકારી પ્રમાણે પીએમ કર્ણાટકમાં સિંચાઈ, પીવાના પાણી અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી, તેઓ મુંબઈ જશે, જ્યાં તેઓ અનેક વિકાસ પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પીએમ મોદી કર્ણાટકના યાદગીર અને કાલબુર્ગી જિલ્લાની મુલાકાત લેશે. જ્યાં તેઓ જલ જીવન મિશન હેઠળ યાદગીરી જિલ્લાના કોડેકલ ખાતે યાદગીર મલ્ટી-વિલેજ પીવાના પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ કરશે. આ યોજના હેઠળ 117 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. 2050 કરોડથી વધુના ખર્ચનો આ પ્રોજેક્ટ યાદગીરી જિલ્લાના ત્રણ નગરોમાં 700 થી વધુ ગ્રામીણ વસવાટો અને લગભગ 2.3 લાખ ઘરોને પીવાનું પાણી પૂરું પાડશે.
PM મોદી NH-150 C ના 71 કિલોમીટર લાંબા સેક્શનનો શિલાન્યાસ પણ કરશે. આ 6-લેન ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ પણ સુરત-ચેન્નઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે. તે 2100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહ્યું છે.
આ ઉપરાંત પીએમ મોદી નારાયણપુર ડાબી કાંઠાની નહેરના વિસ્તરણ, પુનઃનિર્માણ અને આધુનિકીકરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 10 હજાર ક્યુસેકની ક્ષમતા ધરાવતી કેનાલ પ્રોજેક્ટ કમાન્ડ એરિયાના 4.5 લાખ હેક્ટરને સિંચાઈ કરશે. આનાથી કલબુર્ગી, યાદગીરી અને વિજયપુર જિલ્લાના 560 ગામોના ત્રણ લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે.