PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની 3દિવસીય કોન્ફોરન્સનો આજથી આરંભ
- આજથી 22 જાન્યુઆરી સુધી દેશની આંતરિક સુરક્ષા પર ચર્ચા
- PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં થશે ચર્ચા
દિલ્હીઃ- આજથી, તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા પર વિચારમંથન કરશે. આ કોન્ફરન્સ 20, 21 અને 22 આમ 3 વિસ મધ્ય દિલ્હીના પુસા ખાતે ચાલશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભાગ લેશે. બેઠકમાં તમામ ગુપ્તચર એજન્સીઓના ટોચના અધિકારીઓ પણ હાજર રહેશે.
આ કોન્ફોરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બેઠકને સંબોધિત કરશે. જેમાં પોલીસ મહાનિરીક્ષક અને મહાનિરીક્ષક સ્તરે દેશના લગભગ 350 ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભાગ લેશે.
આ સહીત આ ચર્ચામાં ખાસ મુદ્દો માદક દ્રવ્યોના વેપારને રોકવા અને નાર્કોટેરરિસ્ટો પર કડક કાર્યવાહી કરવાની પણ યોજના બનાવવામાં આવશે. આ ઉપરાંત દરિયાની કોસ્ટલ સિક્યુરિટી પર પણ ગંભીર ચર્ચા થશે.
આયોજીત આ કોન્ફરન્સમાં બોર્ડર પર ડ્રોનનો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, નક્સલ સમસ્યા સહિત સાયબર સિક્યુરિટી પર નવી બ્લુ પ્રિન્ટ પર ચર્ચા કરવામાં આવશે,સાયબર સિક્યોરિટી, ડ્રગ્સ વિરૂદ્ધ અભિયાન, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર મુખ્ય ચર્ચા કરાશે. આ સિવાય સીમા વ્યવસ્થાપન, સરહદ પારથી પડકારો, દરિયાઈ સુરક્ષા, ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ઉભો થયેલો ખતરો, અર્થતંત્ર, ક્રિપ્ટોકરન્સી, માઓવાદી હિંસા અને પૂર્વોત્તર અશાંતિ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત, આ કોન્ફરન્સનો એજન્ડા કટ્ટરપંથીકરણ, ક્રિપ્ટો કરન્સીનો દુરુપયોગ, ડાર્ક વેબ દ્વારા દાણચોરી અને આતંકવાદી કાર્યવાહી, ઉત્તર પૂર્વમાં ઉગ્રવાદી સમસ્યા, સરહદ વ્યવસ્થાપન સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીને ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે.