ગુજરાતઃ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ
અમદાવાદઃ 10 લાખ યુવાઓને સરકારી નોકરી મિશન મોડમાં આપવા અંતર્ગત રોજગાર મેળાના 3જા તબક્કા હેઠળ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ અમદાવાદમાં દિનેશ હોલ, આશ્રમ રોડ ખાતે રેલવે ઇન્કમટેક્સ પોસ્ટ વિભાગ સહિતના સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ કર્યું હતું.
અમદાવાદમાં આવકવેરા વિભાગ, ગુજરાત દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂક પામેલા લોકોને નિમણૂંક પત્રોના વિતરણ કાર્યક્રમમાં રાજ્યસભાના સભ્ય નરહરિ અમીન, લોકસભાના સભ્ય ડૉ. કિરીટ પી સોલંકી અને ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ-2, અમદાવાદ રમેશ એન. પરબત ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત સરકાર પણ યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે.